સુરત : કઠોરમાં હત્યાની કોશિશમાં જામીન પર છૂટ્યા બાદ માથાભારે પિતાપુત્રએ સાક્ષી બનેલા વકીલ પર કર્યો જીવલેણ હુમલો

કઠોર ગામના માથાભારે પિતા-પુત્રએ વકીલ ઉપર ધારીયા વડે જીવલેણ હુમલો કર્યો હતો.આ ઘટનામાં ઉત્રાણ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલો કરનાર પિતા-પુત્રની ધરપકડ કરી

New Update
  • માથાભારે પિતાપુત્રનો વકીલ પર હુમલો

  • ધારિયા વડે વકીલ પર કર્યો જીવલેણ હુમલો

  • જુના કેસના સાક્ષીમાંથી ખસી જવા માટે કર્યો હુમલો

  • હુમલામાં વકીલ ગંભીર રીતે ઘાયલ

  • પોલીસે કરી પિતાપુત્રની ધરપકડ

સુરતના કામરેજ પોલીસ સ્ટેશનના ફાયરિંગએટ્રોસીટીના કેસમાં સાક્ષી તરીકે ખસી જઈ પોતાની ફેવરમાં જુબાની આપવા માટે ધાક-ધમકી આપનાર કઠોર ગામના માથાભારે પિતા-પુત્રએ વકીલ ઉપર ધારીયા વડે જીવલેણ હુમલો કર્યો હતો.આ ઘટનામાં ઉત્રાણ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલો કરનાર પિતા-પુત્રની ધરપકડ કરી હતી.

સુરત જિલ્લાના ઓલપાડના કઠોર ગામની શિવમ પાર્ક સોસાયટી નજીક સપન બંગ્લોઝમાં રહેતા વૃધ્ધ વકીલ ખુશાલ રણછોડભાઈ સોલંકીના વકીલ પુત્ર સૌરભ સોલંકી ઉપર બે દિવસ પહેલા સાંજે કઠોર ગામના રામજી મંદિર પાસે ધારીયા વડે હુમલો કરી પિતા પ્રકાશ કાંતીલાલ મૈસુરીયા અને તેનો પુત્ર આયુષ મૈસુરીયા ભાગી ગયા હતા. વકીલ સૌરભ સોલંકીને માથામાં ઉપરાછાપરી બેથી ત્રણ ઘા ઉપરાંત કાનકપાળ અને બંને હાથ સહિતના ભાગે ઘા મારતા ગંભીર ઈજા થઈ હતી અને હાલ કાપોદ્રા વિસ્તારની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પાંચ વર્ષ અગાઉ તારીખ 20 જૂન 2020ના રોજ ખુશાલભાઈના જાતિભાઈ અરવિંદ વલ્લભ સોલંકી ઉપર અંગત અદાવતમાં ફાયરીંગ કર્યુ હતું. આ પ્રકરણમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ એટ્રોસીટી એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં સૌરભ સાક્ષી છે. હાલ આ કેસમાં પ્રકાશ જામીનમુક્ત છે પરંતુકોર્ટમાં પુરાવા ઉપર ચાલી રહેલા કેસમાં પ્રકાશ છેલ્લા કેટલાક સમયથી સાક્ષીમાંથી ખસી જઈ પોતાની ફેવરમાં સાહેદી આપવા માટે સૌરભને ધમકી આપતો હતો અને બે દિવસ પહેલા સાંજે હિંસક હુમલો કર્યો હતો. ઉત્રાણ પોલીસે પિતા પ્રકાશ અને પુત્ર આયુષની ધરપકડ કરી છે.અને વધુ તપાસ શરૂ કરી છે.

Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.