Connect Gujarat
સુરત 

સુરત: વ્યાજખોરોએ 3.66 કરોડ વસૂલ્યા બાદ આપ્યો ત્રાસ, ત્રિપુટીએ ખેડૂત પરિવારની મોરા ગામની જમીન પણ લખાવી લીધી

સુરતના વાંસવા ગામના ખેડૂત પરિવાર પાસેથી 3.66 કરોડ વસૂલી લીધા બાદ મોરા ગામની જમીન લખાવી લેવામાં આવી હતી

X

સુરતના વાંસવા ગામના ખેડૂત પરિવાર પાસેથી 3.66 કરોડ વસૂલી લીધા બાદ મોરા ગામની જમીન લખાવી લેવામાં આવી હતી જેથી વ્યાજ વસુલતી ત્રિપુટી સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

સુરતના વાંસવા ગામના રહેવાસી મુલજી ગોવિંદભાઈ પટેલ અડાજણ ખાતે સાડીની દુકાન ધરાવે છે. વર્ષ 2018માં મિત્ર નિલેશ ઘનશ્યામ મણીયારે તેના મિત્ર નાનજી રાણાભાઇ ખમળને દુકાને લાવી પરિચય કરાવ્યો હતો. ભાવનગર ગિયા ઇકો લિમિટેડ નામની બાયો ફ્યુલ કંપનીમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી ખેડૂતની મિલકત પર નવ કરોડની લોન લેવા જણાવ્યું હતું.ખેડૂતની મિલકત પર પહેલાથી 30 લાખની સીસી લોન ચાલતી હતી. જે લોન નાનજીભાઈએ ભરપાઈ કરી હતી અને રોકડા રૂપિયા મળી કુલ 71 લાખ રૂપિયા આપ્યા હતા ત્યારબાદ ખેડૂતની દુકાનો અને અડાજણ માન સરોવર સોસાયટીમાં આવેલી મિલકતોના અસલ દસ્તાવેજો નાનજીભાઈ લઈ ગયો હતો. નાનજી ખમળે બેંકમાંથી લોન થઈ શકે તેમ નથી એમ કહી રોકડા અને દુકાનોની લોન પેટે ભરપાઈ કરેલા 71 લાખ રૂપિયા પરત આપવા દબાણ કર્યું હતું.જે બાદ મિત્ર નિલેશ દ્વારા મૂળજીભાઈને અંકલેશ્વરના ભરત ડાંગર પાસેથી પાંચ ટકાના માસિક વ્યાજે 42 લાખ અપાવ્યા હતા.

જેમાં સિક્યોરિટી પેટે બેંકોના ચેક લઈ લખાણ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નોગા ગામની જમીનની સોદા ચિઠ્ઠી બનાવી દીધી હતી.ત્રિપુટીએ જમીનમાં રસ્તો મળતો નથી અને રૂપિયા આપવા પડશે તેમ જણાવી પાંચ અને આઠ ટકાના દરેક ચક્રવૃદ્ધિ વ્યાજની વસુલાત શરૂ કરી હતી. ધાકધમકી આપી બળજબરી 3.66 કરોડ વસૂલી લીધા હતા.ત્યારબાદ વધુ 4.1 કરોડની માંગણી ચાલુ રાખી હતી.ત્રિપુટીએ મૂળજીભાઈ પટેલ અને તેમના પરિવારના સભ્યોને ધાક ધમકી આપી હતી. હજીરાના મોરા ગામ ખાતેની જમીનનો સાટાખત બળજબરી પૂર્વક લખાવી દીધો હતો. જો રૂપિયા નહીં ચૂકવે તો આખા પરિવારનું સાસણ ગીરના સિંહો પાસે મારણ કરાવી દેવાની ધમકી આપી હતી. ઉપરાંત આશ્રમમાં આવો છો ત્યાં તમારી સમાધિ બનાવી નાખીશું તેવી ગર્ભિત ધમકી આપી હતી. તેથી ત્રણેય આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story