Connect Gujarat
સુરત 

સુરત : મોરબી ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ રાષ્ટ્રિય એકતા દિવસ નિમિત્તે યુનિટી રન યોજાય...

મોરબીમાં થયેલ ગોઝારી ઘટનામાં મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ સુરત ખાતે રાષ્ટ્રિય એકતા દિવસ નિમિત્તે યુનિટી રનનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

મોરબીમાં થયેલ ગોઝારી ઘટનામાં મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ સુરત ખાતે રાષ્ટ્રિય એકતા દિવસ નિમિત્તે યુનિટી રનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર દેશમાં તા. ૩૧મી ઓકટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત શહેરની SVNIT કોલેજ કેમ્પસ ખાતેથી રાષ્ટ્રિય એકતાની ભાવનાને મજબૂત કરવા હેતુ યુનિટી રન યોજાય હતી. આ યુનિટી રન શરૂ થાય તે પહેલા મોરબીમાં થયેલ ગોઝારી ઘટનામાં મોતને ભેટેલા મૃતકોને સુરત કલેક્ટર, પાલિકા અને પોલીસ કમિશ્નર સહિત નગરજનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જે બાદ યુનિટી રનમાં હજારો યુવક-યુવતીઓ સહિતના નગરજનો જોડાયા હતા. આ દોડ SVNIT કેમ્પસથી પ્રસ્થાન થઈ કારગીલ વિજય ચોક સુધી અને ત્યાંથી SVNIT કેમ્પસ પરત ફરી હતી. આ યુનિટી રનનું આયોજન સુરત જીલ્લા વહીવટી તંત્ર અને મહા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યું હતું.

Next Story