/connect-gujarat/media/post_banners/35446c05049b18ecbafed9efa140048846750b0c298812b5a42fb46a6b158228.jpg)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ સુરત મનપા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત શહેરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સેનિટેશન,ડ્રેનેજ,સ્ટ્રીટ લાઈટ,VBDC, રોડ સહિતની વિભાગોની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ડ્રાઈવ શરૂ કરી છે આ ઝુંબેશ અંતર્ગત લોકોનું સમસ્યાનું નિવારણ લાવવામાં આવી રહ્યું છે.
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ સુરત મહાનગરપાલિકા કમિશનરે આપેલા આદેશ અંતર્ગત શહેરમાં સફાઈ ઝુંબેશનું કામ હાથ ધરવામાં આવ્યું છે. મનપાના તમામ ઝોનમાં સફાઇ અભિયાન હાથ ધરાયું છે. જેમાં 644 સફાઇ કામદારો, 32 સુપરવાઇઝર, 52 વાહનોની ટીમ દ્વારા તમામ ઝોનમાં સફાઇ ઝુંબેશ હાથ ધરાય છે. આગામી પખવાડિયામાં સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ પણ સ્પોટ વિઝિટ માટે આવી રહી છે, ત્યારે સફાઇ અભિયાન સહિતના સર્વેક્ષણ અંગેના ક્રાઇટેરિયા બાબતે પણ કમિશનરે રિવ્યું કરતાં આરોગ્ય કામે લાગી ઝુંબેશ હાથ ધરી છે. સેનિટેશન, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, VBDC, રોડ વિભાગો દ્વારા વિસ્તારોમાં કામ કરી લોકોનો સમસ્યાનો નિવારણ લાવવામાં આવ્યું રહ્યું છે.