/connect-gujarat/media/post_banners/5162c36767fa81917672cc6091f600d8ba59082adf282bb946ed132a6d632054.jpg)
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, ત્યારે તમામ રાજકીય પક્ષ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. તેવામાં આજરોજ સુરત શહેર ખાતે AIMIMના પ્રેસિડેન્ટ અસદુદ્દીન ઓવૈસી આવી પહોચ્યા હતા, જ્યાં તેઓએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યુ હતું કે, વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ મુદ્દે કેન્દ્ર સરકારની ઝાટકણી કરી હતી. આ સાથે જ આવતા રવિવારે માંગરોળ ખાતે જનસભા સહિતના વિવિધ કાર્યક્રમો અંગે તૈયારીઓ કરવાના છીએ તેવું પણ જણાવ્યુ હતું. તે ઉપરાંત તેમણે કહ્યું હતું કે, અમે વિધાનસભાની ચૂંટણી લડીશું અને વધુમાં વધુ સીટ ઉપર જંગી જીત મેળવીશું. વધુમાં તેઓએ મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ સહિત વિકાસના મુદ્દાઓને લઈને સમાજની વચ્ચે જવા અંગે પણ વાત કરી હતી.
આ ઉપરાંત તેઓએ રાજ ઠાકરે ઉપર કટાક્ષ કર્યો હતી કે, તે કોણ છે, રાજ ઠાકરેને હું ઓળખતો નથી. BTP ગઠબંધનને લઇને પણ તેઓએ નિવેદન આપતા જણાવ્યુ હતું કે, દરેક પાર્ટી સ્વતંત્ર રીતે ગઠબંધન કરી શકે છે, અને અમે પણ કરીશું. પરંતુ અત્યારથી કહેવું યોગ્ય નથી. સાથે જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂતાઈથી કામ કરી રહી છે, તેવામાં અમે પણ મજબૂતાઈથી કામ કરીશું તેમ AIMIMના પ્રેસિડેન્ટ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યુ હતું. પત્રકાર પરિષદ દરમ્યાન અસદુદ્દીન ઓવૈસીએ પોતાને રાજનીતિની લૈલા કહીને પણ હાજર લોકો વચ્ચે આંશિક રમૂઝ કરી હતી.