Connect Gujarat
સુરત 

સુરત : AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી પર થયેલા પથ્થરમારાનો આક્ષેપ ખોટો : રેલ્વે પોલીસ

AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી વિધાનસભા ચૂંટણી માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે,

X

ગુજરાત પ્રવાસે આવેલા AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી પર વંદે ભારત ટ્રેન દ્વારા અમદાવાદથી સુરત તરફ આવતી વેળા થયેલા પથ્થરમારાની વાતને સુરત રેલ્વે પોલીસે નકારી કાઢી હતી.

AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી વિધાનસભા ચૂંટણી માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે, ત્યારે આ દરમિયાન ઓવૈસી જે ટ્રેનમાં જઈ રહ્યા હતા તે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનો AIMIM નેતા વારિસ પઠાણે દાવો કર્યો છે. AIMIMના પ્રવક્તા વારિસ પઠાણે જણાવ્યું હતું કે, અસદુદ્દીન ઓવૈસી વંદે ભારત ટ્રેન દ્વારા અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા. આ ટ્રેન પર સુરતથી લગભગ 20-25 કિલોમીટર પહેલા પથ્થરમારો થયો હતો. તેમણે ટ્વીટ કરીને ઓવૈસીની મુલાકાતની માહિતી પણ આપી હતી.

તો બીજી તરફ, ગત સોમવારે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી સહિત ઘણા નેતાઓ અમદાવાદથી સુરત આવી રહ્યા હતા. આ દરમ્યાન અમદાવાદથી સુરત તરફ આવતી વંદે ભારત ટ્રેન ઉપર થયેલા પથ્થરમારાની વાતને રેલ્વે પોલીસે નકારી કાઢી હતી. GRPના ACPએ જણાવ્યુ હતું કે, રિપેરિંગ કામના કારણે ધાતુના ભાગો કે, પથ્થરો રેલ્વે ટ્રેક નજીક પડ્યા હતા. જેથી ટ્રેક પરથી ઉછળીને પથ્થર ટ્રેનના કાચ જોડે અથડાયો હતો. તપાસમાં કોઈ વ્યક્તિ દ્વારા પથ્થર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ ખોટો છે. ઉપરાંત અસામાજિક તત્વોનો મામલો પણ સામે આવ્યો નથી. જો આવું કંઈ બન્યું છે, તો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Next Story