સુરત : વધુ એક રત્નકલાકારનો આપઘાત,આર્થિક સંકડામણમાં પગલું ભર્યાની આશંકા

મંદીની સૌથી વધુ માઠી અસર રત્નકલાકારોને થઈ રહી છે. જેમાં બેકારીનો સામનો કરી રહેલા રત્નકલાકારો આપઘાતના પગલા ભરી રહ્યા છે. ત્યારે વધુ એક બેકાર રત્નકલાકારે જીવન ટૂંકાવી દીધું

New Update
  • રત્નકલાકારના આપઘાતની ઘટનામાં વધારો

  • વધુ એક રત્નકલાકારે જીવનલીલા સંકેલી

  • 22 વર્ષીય યુવકે ઝેરી દવાના પીધા ઘૂંટ

  • હોસ્પિટલમાં સારવાર દરમિયાન નીપજ્યું મોત

  • આર્થિક સંકડામણમાં અંતિમ પગલું ભર્યું 

સુરતનો હીરા ઉદ્યોગ ભારે મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. આ મંદીની સૌથી વધુ માઠી અસર રત્નકલાકારોને થઈ રહી છે. જેમાં બેકારીનો સામનો કરી રહેલા રત્નકલાકારો આપઘાતના પગલા ભરી રહ્યા છે. ત્યારે વધુ એક બેકાર રત્નકલાકારે જીવન ટૂંકાવી દીધું છે.

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય કેવલ બાબુભાઈ મકવાણાએ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક સારવાર માટે તેમને પહેલા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ ખાનગી હોસ્પિટલ અને ત્યાર પછી સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. પરંતુસતત બગડતી સ્થિતિ વચ્ચે કેવલએ અંતે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

મૃતક કેવલ બાબુભાઈ મકવાણા:-

Keval

કેવલ રત્નકલાકાર તરીકે કાર્યરત હતો. પોતાના પરિવારના ગુજરાન માટે મહેનત કરતો હતો. તેની રત્નકલાકાર તરીકેની નોકરી છૂટી ગઈ હતી. જેથી આર્થિક સંકડામણ ઉભી થઈ હતી. જેના માનસિક તણાવમાં કેવલ રહેતો હતો. આ મામલે આત્મહત્યાનું કારણ આર્થિક સંકટ હોવાનું માનવામાં આવી રહ્યું છેજોકે વરાછા પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories