સુરત : કાપોદ્રા પોલીસ મથકના મહિલા PSI,ASI સહિત ત્રણને લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોએ રંગે હાથ દબોચી લીધા

સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઈ મધુ રબારી અને તેનો રાઇટર નવનીત જેઠવા તેમજ તેનો સાળો 63 હજારની લાંચમાં એસીબીના છટકામાં ભેરવાયા

New Update
acb surat

સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઈ મધુ રબારી અને તેનો રાઇટર નવનીત જેઠવા તેમજ તેનો સાળો 63 હજારની લાંચમાં એસીબીના છટકામાં ભેરવાયા છે. એસીબીના સ્ટાફે કાપોદ્રાની હીરાબાગ પોલીસ ચોકીમાં ગુરુવારે સવારે છટકું ગોઠવ્યું હતું. કાપોદ્રામાં 4.63 લાખની હીરાની લેતીદેતીમાં એક વેપારી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી. અરજીની તપાસ હીરાબાગ પોલીસ ચોકીમાં મહિલા પીએસઆઈ મધુ રબારીને સોંપવામાં આવી હતી. 

Advertisment

હીરા વેપારીએ હીરાની લેતીદેતીની રકમ આપી તેમાંથી અમુક રકમ ઓછી કરી આપવા માટે મહિલા PSI મધુ રબારીએ 63 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. આથી વેપારીએ આ લાંચ આપવા માંગતો ન હતો તેથી તેને એન્ટી કરપ્શન બ્યુરો વડોદરાનો સંપર્ક કર્યો હતો. મહિલા PSI મધુ રબારી વતી લાંચની રકમ ASI નવનીત જેઠવાએ માંગી હતી. લાંચની રકમ ASIના સાળા માનસિંહ સિસોદીયાને હીરાવેપારીએ પોલીસ ચોકીની બહાર કોમ્પ્લેક્ષમાં એક ટોયલેટ પાસે આપી હતી.

આ રકમ માનસિંહ સિસોદીયાએ તેના ખિસ્સામાં મુકી પોલીસ ચોકીમાં આવ્યો હતો. દરમિયાન એન્ટી કરપ્શન બ્યુરોના સ્ટાફે મહિલા PSI મધુ રબારીતેનો રાઇટર નવનીત જેઠવા અને સાળા માનસિંહને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

વેપારીએ હીરાના 10.13 લાખ આપવાના હતા. જેમાં વેપારીએ પહેલા 5.50 લાખ ચૂકવી દીધા હતા. બાકીના 4.63 લાખ બાકી હતા. આથી વેપારીની વિરૂધ્ધમાં કાપોદ્રા પોલીસમાં અરજી થઈ હતી. અરજી બાદ તપાસ મહિલા PSIને સોંપવામાં આવી હતી. મહિલા PSIએ વેપારીને દમ મારતા તેઓ માંડ માંડ 1 લાખની રકમ સામેવાળાને આપી હતી.

હવે બાકી હતી 3.63 લાખની રકમ આ રકમમાંથી PSI 1 લાખની રકમ ઓછી કરી આપવાની વાત કરી હતી. આથી વેપારીએ 2.63 લાખની રકમ આપવાની બાકી હતી. આ પહેલા PSIએ એક લાખની રકમ ઓછી કરી આપવાની બાબતે 63 હજારની લાંચ માંગી હતી.

મહિલા PSI મધુ રબારીનો પતિ ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ હતો. પરંતુ તેમણે નોકરીમાંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી હતી. મહિલા PSI પહેલા મહેસાણામાં જમાદાર હતી. જમાદારમાંથી તેને PSIનું પ્રમોશન મળ્યું અને એક વર્ષ પહેલા પોસ્ટિંગ સુરત થઈ હતી. જ્યારે ASI નવનીત જેઠવા બે વર્ષ પહેલા પોલીસમાં ભરતી થયો હતો.

પોલીસ ચોકીમાં લાંચમાં મહિલા પીએસઆઈ અને તેનો રાઇટર તથા વચેટીયાને એસીબીના સ્ટાફે પકડી પાડયા હતા. આ દરમિયાન રાઇટર નવનીત જેઠવા એસીબીના સ્ટાફને ધક્કો મારી ભાગવાની કોશિશ કરી હતી. જો કે એસીબીના સ્ટાફે તેને પકડી લીધો હતો.

Advertisment
Latest Stories