સુરત:વીર નર્મદ યુનિવર્સિટીમાં કોઈ પણ શુભકાર્યની શરૂઆત હિન્દુધર્મ વિધિ પ્રમાણે કરાશે!

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં લોકાર્પણ અને કોઈ પણ શુભ અવસરના કાર્યક્રમની શરૂઆત પહેલા કોઈ નેતા કે કુલપતિના હસ્તે રીબીન કાપીને કરવામાં આવતી હતી

સુરત:વીર નર્મદ યુનિવર્સિટીમાં કોઈ પણ શુભકાર્યની શરૂઆત હિન્દુધર્મ વિધિ પ્રમાણે કરાશે!
New Update

દક્ષિણ ગુજરાતની એક માત્ર સરકારી યુનિવર્સિટી હિન્દુત્વના રાહ પર આગળ વધી રહી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દુત્વના કોર્સ શરૂ કરાયા બાદ હવે ભવનોના શિલાન્યાસ અને લોકાર્પણ હિન્દુધર્મ વિધિ પ્રમાણે કરવામાં આવશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં લોકાર્પણ અને કોઈ પણ શુભ અવસરના કાર્યક્રમની શરૂઆત પહેલા કોઈ નેતા કે કુલપતિના હસ્તે રીબીન કાપીને કરવામાં આવતી હતી હવે આ પરંપરા છોડી સત્યનારાયણની કથા અને ગાયત્રી મંત્રના જાપ કરવામાં આવ્યા હતા.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં હિન્દી અને સંસ્કૃતિ ભવનના લોકાર્પણ દરમિયાન પૂજા પાઠ કરવામાં આવ્યા હતા. આ પૂજાપાઠમાં વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો કિશોરસિંહ ચાવડા સહિત યુનિવર્સિટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.હવેથી દરેક વિભાગોમાં પૂજાપાઠ અને ગાયત્રી મંત્રના જાપ માટે બ્રાહ્મણોને બોલવામાં આવશે. યુનિવર્સિટીનું માનવુ છે કે ધાર્મિક કાર્યક્રમો થકી વાતાવરણ પવિત્ર બનશે અને વિદ્યાર્થી અભ્યાસમાં વધુ રૂચિ કેળવશે

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #work #Surat #VNSGU #Rituals #Hindu Dharma
Here are a few more articles:
Read the Next Article