/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
કાપોદ્રા પોલીસે કરી કીર્તિ પટેલની ધરપકડ
કીર્તિ પટેલ સોશિયલ મીડિયામાં રહે છે વિવાદોમાં
બિલ્ડર પાસે બે કરોડની ખંડણી માંગી હોવાનો આરોપ
સોશિયલ મીડિયામાં બદનામ કરવાની આપી હતી ધમકી
કીર્તિ પટેલની અમદાવાથી પોલીસે કરી ધરપકડ
સુરતના બિલ્ડરને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને બદનામ કરવાનું કાવતરું રચી રૂપિયા બે કરોડની ખંડણી કેસમાં વિવાદાસ્પદ કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે.એક વર્ષ પહેલા નોંધાયેલી ફરિયાદમાં પોલીસે કીર્તિ પટેલની અમદાવાદથી ધરપકડ કરી હતી.
સુરત પોલીસે મંગળવારે 17 જૂને અમદાવાદ ખાતેથી સોશિયલ મિડીયામાં વિવાદોમાં રહેતી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. કીર્તિ પટેલ અને તેના સાગરીતો સામે એક વર્ષ પહેલા જાણીતા બિલ્ડર વજુ કાત્રોડિયા દ્વારા સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, કીર્તિ પટેલ અને તેના સાગરીતોએ તેમની પાસે 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જો 2 કરોડ રૂપિયા ન આપે તો ખોટા હનીટ્રેપના કેસમાં ફસાવવાની પણ ધમકી આપી હતી.
પોલીસે બિલ્ડર વજુ કાત્રોડિયાની ફરિયાદના આધારે એક વર્ષ પહેલાં કીર્તિ પટેલ સામે ગુનો દાખલ કર્યો હતો. જોકે, ફરિયાદ દાખલ થવાથી કીર્તિ પટેલ ફરાર હતી, જે મંગળવારે અમદાવાદ ખાતે હોવાની બાતમી મળતા સુરત પોલીસે અમદાવાદથી કીર્તિ પટેલની ધરપકડ કરી હતી.અને વધુ તપાસ શરૂ કરી હતી.
/connect-gujarat/media/media_files/2025/07/04/yellq-2025-07-04-10-48-18.png)