સુરત: પોલીસ ઈન્સ્પેકટરના નામે ખંડણી માંગનાર આરોપીની ધરપકડ, જમીનના મામલામાં માંગવામાં આવી હતી ખંડણી

કતારગામ પીઆઇના નામે ધમકી આપી અલથાણ વિસ્તારમાં ખંડણી માંગવામાં આવી હોવાના મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update
સુરત: પોલીસ ઈન્સ્પેકટરના નામે ખંડણી માંગનાર આરોપીની ધરપકડ, જમીનના મામલામાં માંગવામાં આવી હતી ખંડણી

સુરતના કતારગામ પીઆઇના નામે ધમકી આપી અલથાણ વિસ્તારમાં ખંડણી માંગવામાં આવી હોવાના મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સુરતના શહેરના ન્યુ સીટી લાઈટ વિસ્તારમાં રહેતા વેપારીની નવસારીના જલાલપોરના દેવાડવા ગામે જમીન આવેલી છે. જમીન માફિયાઓએ વેપારી પાસેથી સાટાખત બનાવી લીધા બાદ પૈસા નહી આપી સાટાખત પરત કરવાના બદલામાં રૂપિયા ૫૦ લાખની ખંડણી આપવાની માંગ કરી હતી. તેમજ એક યુવકે પોતાની ઓળખ પીઆઇ તરીકે આપી વેપારીને આજીવન કેદના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર ૬ વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા અલથાણ પોલીસે જમીન માફિયાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.જમીનનું કામકાજ કરતા અને વેસુમાં ઓફિસ ધરાવતા અનિલ વાઘેલાએ પ્રવિણભાઈને ફોન કરી પોતે પોલીસ ઈન્સ્પેકટર હોવાની ઓળખ આપી જમીનના આજીવન કેદના ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી અસલ સાટાખત પરત કરવાના બદલામાં રૂપિયા ૫૦ લાખની માંગણી કરી અવાર નવાર ધમકી આપવવા લાગ્યા હતા. આખરે પ્રવિણભાઈ પટેલે ફરિયાદ નોંધાવતા અલથાણ પોલીસે ત્રણેય જમીન માફિયાઓ સામે ગુનો દાખલ કર્યો હતો. સમગ્ર મામલે ફરિયાદના આધારે પોલીસે ધમકી આપનાર અમીલ વલ્લભ વાઘેલા ની ધરપકડ કરવામાં આવી છે.સાથે અન્ય એક આરોપીની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે

Read the Next Article

સુરત પોલીસને મળી બાતમી..! : તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશીલી દવાનું વેચાણ કરતાં મેડિકલ સ્ટોર્સમાં તપાસ...

દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવાપેઢીનો નાશ કરી રહ્યું છે, હાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દુષણનો પગપેસારો થઈ રહ્યો છે.

New Update
  • 'નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેઈનઅંતર્ગત પોલીસનું ચેકિંગ

  • પોલીસ દ્વારા શહેરના અલગ અલગ ઝોનમાં મેગા ડ્રાઈવ

  • નશીલી દવાનું વેચાણ થતું હોવાની પોલીસને માહિતી

  • શહેરના વિવિધ મેડિકલ સ્ટોર્સમાં પોલીસે તપાસ હાથ ધરી

  • તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના દવાના વેચાણ સામે કાર્યવાહી

'નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેઈનઅંતર્ગત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ 6 ઝોનમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાક મેડિકલ સ્ટોર્સમાં સંચાલકો તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશીલી દવાઓનું વેચાણ કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી.

દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવાપેઢીનો નાશ કરી રહ્યું છેહાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દુષણનો પગપેસારો થઈ રહ્યો છે. યુવાપેઢીને ડ્રગ્સના પ્રભાવથી દૂર રાખવા માટે રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા'નો ડ્રગ્સ કેમ્પેઈનહાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ 6 ઝોનમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવમાં શહેર પોલીસ વિભાગનાDCP કક્ષાના અધિકારીઓ જોડાયા હતા.

 શહેરના વિવિધ વિસ્તારોમાં મેડિકલ સ્ટોરના સંચાલકો તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નાશીલી દવાઓનું વેચાણ કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી. આ ઉપરાંત 200થી વધુમેડિકલ સ્ટોર્સમાં નશાયુક્ત દવાઓ શોધી કાઢવા મેગા ડ્રાઈવ હાથ ધરાય હતીત્યારે જે મેડિકલ સ્ટોરમાંથી નશાકારક દવા પકડાશે તો તેનું લાયસન્સ રદ્દ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ વિભાગ દ્વારા જણાવાયું છે.