Connect Gujarat
સુરત 

સુરત : મોબાઈલમાં ફરજીયાતપણે ડેટા એન્ટ્રી કરવાના આદેશ સામે આશા વર્કરોનો ઉગ્ર વિરોધ...

સુરતમાં આશા વર્કર બહેનોને ફરજીયાતપણે મોબાઈલમાં ડેટા એન્ટ્રી કરવાનો આદેશ કરવામાં આવતા જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

X

સુરતમાં આશા વર્કર બહેનોને ફરજીયાતપણે મોબાઈલમાં ડેટા એન્ટ્રી કરવાનો આદેશ કરવામાં આવતા જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

સુરત જિલ્લા પંચાયત કચેરી બહાર મોટી સંખ્યામાં આશા વર્કર બેહેનો એકત્ર થઈ સુત્રોચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. હાલમાં જ આરોગ્યને લઈને ડેટા એન્ટ્રી કરવા માટે ફરજીયાત આદેશ કરાયો છે. તેમજ ડેટા એન્ટ્રી માટે એન્ડ્રોઈડ મોબાઈલની જરૂરિયાત હોય છે. પરંતુ આશા વર્કર બહેનો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નથી, તેમજ કેટલીક આશા વર્કર બેહનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન ખરીદી શકે તેમ ન હોવાથી આશા વર્કર બહેનોએ વિરોધ નોંધાવ્યો હતો.

કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું કે, પહેલેથી જ આશા વર્કર બહેનોનો પગાર ઓછો છે. તેમ છતાં પગાર વધારો થશે તેવી આશાએ આશા વર્કર બહેનો કામ કરી રહી છે, ત્યાં હવે આશા વર્કરો ડેટા એન્ટ્રી માટે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન ક્યાથી લાવે તે પણ એક સવાલ છે, ત્યારે હવે આશા વર્કરોને એન્ડ્રોઈડ મોબાઈલ ફોનની ફાળવણી અને કોરોના કાળમાં નક્કી કરાયેલું વેતન પણ ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Next Story