સુરત : સચિન ગામમાં વૃદ્ધ દંપતીને બાનમાં લઈને લૂંટનો પ્રયાસ,લાઇટર જેવું પિસ્તોલ બતાવીને લૂંટ કરવા આવેલો શખ્સ ઝડપાયો

સુરતમાં વૃદ્ધ દંપતીને પિસ્તોલ આકારનું લાઇટર બતાવીને લૂંટવાનો એક ઈસમે પ્રયાસ કર્યો હતો.જોકે સ્થાનિક લોકોએ લૂંટારૂને પકડીને પોલીસને હવાલે કરી દીધો

New Update
  • સચીનમાં વૃદ્ધ દંપતીને લૂંટવાનો પ્રયાસ

  • કુરિયર આવ્યું હોવાનું કહીને ઘરમાં ઘુસ્યો

  • લૂંટારૂએ લાઇટરની પિસ્તોલ બતાવી કર્યો લૂંટનો પ્રયાસ

  • રોકડા રૂપિયા,સોનાના દાગીનાની કરી માંગ

  • સ્થાનિકોએ લૂંટારૂને ઝડપી લઈ પોલીસને હવાલે કર્યો  

સુરતના સચીનમાં કુરિયર આપવાના બહાને વૃદ્ધ દંપતીને પિસ્તોલ આકારનું લાઇટર બતાવીને લૂંટવાનો એક ઈસમે પ્રયાસ કર્યો હતો.જોકે સ્થાનિક લોકોએ લૂંટારૂને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો.

સુરતના સચિન ગામનાં નવા ફળિયામાં રહેતા અરુણસિંહ ઇન્દ્રસિંહ વાંસિયા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે બપોરે અરૂણસિંહ પત્ની વિરમતીબેન તથા પુત્રવધૂ અને કામવાળી ઘરમાં હતા. ત્યારે બપોરે 1.25 વાગ્યાના અરસામાં તેમના મકાનની ડોરબેલ વાગી હતી. જેથી વિરમતીબેને પૂછતા મોઢા પર માસ્ક બાંધેલા શખ્સે કુરિયર માંથી આવ્યો હોવાનું તથા તેમના દિકરા વિવેકનું પાર્સલ હોવાનું જણાવ્યું હતું.

વિરમતીએ દરવાજો ખોલતા જ આ શખ્સ ઘરમાં ઘૂસી આવ્યો હતો. લૂંટારૂએ હથિયાર બતાવીને તેમને સોફા પર બેસાડી દીધા હતા. બાદમાં હિન્દી ભાષામાં રૂપિયા,સોના ચાંદીના દાગીનાની માંગ કરી હતી.તેથી અરુણસિંહે ઇશારો કરતા તેમની પત્ની વિરમતીબેન ઘરેણાં લેવા જવાના બહાને બાજુના રૂમમાં ગયા હતા,અને પડોશી શૈલેન્દ્રસિંહ અને દિકરા વિવેકને ફોન કરીને જાણ કરી હતી. શૈલેન્દ્રસિંહે આરોપી વિશાલ સુનિલ દ્વિવેદીને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Read the Next Article

સુરત : બારડોલીની મહિલા જીવલેણ લેપ્ટોસ્પાયરોસીસ રોગની ઝપેટમાં આવી, આરોગ્ય તંત્ર દોડતું થયું...

દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં જીવલેણ લેપ્ટોસ્પાયરોસીસ નામનો રોગ હાહાકાર મચાવે છે, ત્યારે સુરત શહેર તથા જિલ્લામાં પણ આ વર્ષે લેપ્ટોસ્પાયરોસીસમાં એક દર્દી ઝપેટમાં આવ્યો છે.

New Update
  • અતંરિયાળ વિસ્તારોમાં લેપ્ટોસ્પાયરોસીસ તરખાટ જોવા મળ્યો

  • દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં હાહાકાર મચાવતો રોગ

  • જીવલેણ લેપ્ટોસ્પાયરોસીસમાં બારડોલીની મહિલા ઝપેટમાં આવી

  • મહિલાને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાય

  • શહેર તથા જિલ્લામાં એક દર્દી નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું

દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં જીવલેણ લેપ્ટોસ્પાયરોસીસ નામનો રોગ હાહાકાર મચાવે છે, ત્યારે સુરત શહેર તથા જિલ્લામાં પણ આ વર્ષે લેપ્ટોસ્પાયરોસીસમાં એક દર્દી ઝપેટમાં આવ્યો છે.

ચોમાસાની ઋતુમાં દર વર્ષે દક્ષિણ ગુજરાતના અતંરિયાળ વિસ્તારોમાં લેપ્ટોસ્પાયરોસીસ તરખાટ જોવા મળતો હોય છે, ત્યારે આ વર્ષે પણ દક્ષિણ ગુજરાતના સુરત જીલ્લામાં લેપ્ટોસ્પાયરોસીસનો પ્રથમ કેસ નોંધાયો છે. બારડોલીની એક મહિલા લેપ્ટોસ્પાયરોસીસની બીમારીમાં સપડાઈ જતાં તેણીને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં વર્ષ 2023માં લેપ્ટોસ્પાયરોસીસના કુલ 5 કેસ અને ગત વર્ષ 2024માં કુલ 22 દર્દી પૈકી 5 દર્દીના મોત થયા હતા, ત્યારે હવે સુરતમાં લેપ્ટોસ્પાયરોસીસની બીમારીનો પ્રથમ કેસ દેખાતા આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ છે.