/connect-gujarat/media/post_banners/6b52a0b8a2634f6f814239ac65d38f0af65d7b3ac3d7e78b4661ba21e5e9e2f6.webp)
આમ આદમી પાર્ટીના મંત્રી દ્વારા કરવામાં આવેલા નિવેદનથી હિંદુ ધર્મમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ ચોક ખાતે બજરંગ સેના દ્વારા આમ આદમી પાર્ટીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
આમ આદમી પાર્ટીના મંત્રી દ્વારા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને હું ઈશ્વર માનીશ નહીંના શપથ લેવાડવતો વીડિયો વાઇરલ થયા બાદ આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો થયો છે. સમગ્ર રાજ્યમાં હિંદુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, ત્યારે સુરતના ગોડાદરા મહારાણા પ્રતાપ ચોક ખાતે બજરંગ સેના દ્વારા આમ આદમી પાર્ટીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. "ભગવાન કો નહીં માનોગે, તો વોટ કેસે માંગોગે" અને "હમારી આસ્થા સે ખિલવાડ નહીં સહેગે"ના બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ગતરોજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં હિન્દુ સંગઠનો દ્વારા કેજરીવાલના ફોટા સાથેના બેનરો લગાડી વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યારે આજે બીજા દિવસે પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે.
હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તેવા નિવેદનથી આમ આદમી પાર્ટીની માનસિકતા છતી થઈ રહી હોવાના બજરંગ સેના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ સાથે જ ગોડાદરા આપ કાર્યાલય નજીક કેજરીવાલના ફોટાવાળા બેનરોમાં તોડફોડ કરી આગ પણ ચાંપી હતી.
/connect-gujarat/media/media_files/2025/07/09/brd-ptt-2025-07-09-13-47-01.jpg)