/connect-gujarat/media/post_banners/f5c7bdb6aab8afec556b0d3b745e4d064e672a2fc18c6332d190fc828e74070d.jpg)
સુરત જિલ્લામાં વરસી રહેલા અવિરત વરસાદના કારણે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં જળ બંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાંથી કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામે ભારે વરસાદના કારણે બત્રીસ ગંગા ખાડી ઉભરાઈ જતા બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું હતું, ત્યારે બલેશ્વરના ટાંકી ફળિયામાં આવેલા 50 જેટલા પરિવાર ખાડીનું પાણી ફરી વળતા ફસાઈ ગયા હતા. જોકે, ગામ સરપંચ દ્વારા સ્થાનિક પ્રશાશનને જાણ કરવામાં આવતા પલસાણા મામલતદાર તેમજ પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સમગ્ર મામલાની બારડોલી ફાયર વિભાગને જાણ કરાઈ હતી. બનાવના પગલે બારડોલી ફાયર વિભાગ દ્વારા બોટ લઇ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ લોકોને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે ગામની પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા.