Connect Gujarat
સુરત 

સુરત: શહેરના નાગરિકોને સાથે લઈ સાયકલ પેટ્રોલીંગ શરૂ કરાયું,42 કિમીમાં સાયકલોથોનનું આયોજન

શહેરમાં વધતાં જતાં ક્રાઇમ રેટને અટકવા સુરત પોલીસ બાવતર પ્રયોગો કરી રહી છે ત્યારે ફૂટ પેટ્રોલીંગ અને બાઇક પેટ્રોલીંગ બાદ સાઇકલ પેટ્રોલીંગ શરૂ કરી રહી છે.

X

સુરત શહેરમાં વધતાં જતાં ક્રાઇમ રેટને અટકવા સુરત પોલીસ બાવતર પ્રયોગો કરી રહી છે ત્યારે ફૂટ પેટ્રોલીંગ અને બાઇક પેટ્રોલીંગ બાદ સાઇકલ પેટ્રોલીંગ શરૂ કરી રહી છે...

સુરત પોલીસ કમિશનરે એક નવી પહેલ શરૂ કરી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ક્રાઈમ હોટસ્પોટ સાયકલોથોનનું આયોજન થયું છે. પહેલા બાઇક અને ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું . જે બાદ પ્રથમવાર શહેરના નાગરિકોને સાથે લઈને સાયકલ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. પોલીસની સાથે સાથે સામાન્ય નાગરિકો જોડાયા હતા. શહેરના સંભવિત મુખ્ય ક્રાઈમ વિસ્તારો કુલ 42 કિમિના વિસ્તારમાં આ સાયકલ પેટ્રોલિંગ કરાયું છે. સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર જણાવ્યું હતું કે અમે ઘણી વખત બાઈક પર પેટ્રોલિંગ કરતા હોય છે. આજે પહેલી વખત સાયકલિંગ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે.

Next Story