સુરત: ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યું રાહુલ ગાંધી એક જ ટેપ વગાડે છે !

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા સુરત પહોંચ્યા હતા અને પત્રકાર પરિષદ સંબોધી કોંગ્રેસ પર પ્રહાર કરવાની સાથે બહુમતી જીતવાનો દાવો કર્યો હતો

New Update
સુરત: ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યું રાહુલ ગાંધી એક જ ટેપ વગાડે છે !

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા સુરત પહોંચ્યા હતા અને પત્રકાર પરિષદ સંબોધી કોંગ્રેસ પર પ્રહાર કરવાની સાથે બહુમતી જીતવાનો દાવો કર્યો હતો.

સુરત મહાનગર ભાજપ મીડિયા સેન્ટરનું ઉદઘાટન કરવા આવેલા સંબીત પાત્રાએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી પર આવવાનો મોકો મળ્યો છે એક ગુજરાતી નરેન્દ્ર મોદી ગ્લોબલ લીડર બની ઉભર્યા છે.27 વર્ષ સુધી BJP ને સેવા કરવાનો મોકો મળ્યો છે Bjp એ જાત પાત જોયા વગર કામ કર્યું છે ગુજરાત માં 97 % વિસ્તારમાં પાણી મળે છે 36 લાખ મહિલાઓને સિલિન્ડર મળ્યા છે.સંબીત પાત્રાએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીને તેમના નેતા પણ સાંભળવા માંગતા નથી.રાહુલ ગાંધી ગુજરાતમાં આવી ઉદ્યોગકારોને ગાળ આપે છે ઉદ્યોગકારોને બદમાશ કહે છે.

આ તમામ ઉદ્યોગકારો લોકોને નોકરી આપે છે આ પ્રકારે ઉદ્યોગકારોને ગાળો આપવી ગુજરાતનું અપમાન છે.સરકાર ગરીબોની છે રાહુલ ગાંધી કહે છે કે આદિવાસીની જમીન ઉદ્યોગકારો ને આપે છે તેના જવાબ માં જણાવ્યું કે રાહુલ ગાંધી એકજ ટેપ રેકોર્ડર વગાડે છે.

Latest Stories