આવનાર લોકસભાની ચૂંટણી તૈયારીના ભાગરૂપે ફરીવાર ભાજપે કમર કસી છે. જેમાં બુથ મેનેજમેન્ટ ઉપર વધુ એકવાર ભરોસો મુકી પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યભરમાં બેઠક શરૂ થઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં બુથ શસક્તિકરણ પર ભાર મુકવામાં આવ્યો છે. જેના ભાગરૂપે સુરત જિલ્લા ભાજપ દ્વારા બારડોલી સ્થિત કેદારેશ્વર મંદિરના હોલમાં જિલ્લા ભાજપની અગત્યની બેઠકનું આયોજન કરાયું હતું. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ ભાજપના નિમાયેલા સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ દક્ષિણ ઝોનના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણી પગલે બેઠકમાં હાજર જિલ્લાના ધારાસભ્યો, સાંસદ તેમજ મંત્રીઓના પણ સી.આર.પાટીલે ક્લાસ લઇ પોતપોતાના બુથને વધુ મજબૂત કરવા ટકોર કરી હતી. એટલું જ નહિ, આ બેઠકમાં બુથ શશક્તિકરણ, સોસીયલ મીડિયા કાર્યશાળાનું આયોજન કરાયું હતું. જેમાં સુરત જિલ્લાના 9 તાલુકામાંથી તમામ મંડળના સભ્યો, બુથ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. બુથ મેનેજમેન્ટ તેમજ વધુમાં વધુ સોસીયલ મીડિયા ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું.
સુરત : બારડોલી ખાતે ભાજપ પ્રદેશની બેઠક મળી, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કાર્યકરોના ક્લાસ લીધા..!
આવનાર લોકસભાની ચૂંટણી તૈયારીના ભાગરૂપે ફરીવાર ભાજપે કમર કસી છે. જેમાં બુથ મેનેજમેન્ટ ઉપર વધુ એકવાર ભરોસો મુકી પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યભરમાં બેઠક શરૂ થઈ છે.
New Update