/connect-gujarat/media/post_banners/358cf53831111fc517515329ef3bc6c99410462a888d5c124aa5ae183c81c985.jpg)
સુરત કોર્પોરેશનના વોર્ડ નંબર 20માં આવેલ ખટોદરા, મજુરા અને સંગ્રામપુરામાં ખાલી પડેલી બેઠક માટે આજરોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 20માં આવેલ ખટોદરા, મજુરા અને સંગ્રામપુરામાં ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વોર્ડ નં. 20ના કોર્પોરેટર જયેશ જરીવાલાનું અવસાન થયું હતું, ત્યારે ખાલી બેઠક પર મતદાન પ્રક્રિયા શરૂ થતાની સાથે સવારથી જ મતદારો ધીરે ધીરે મતદાન ઉપર પહોંચતા જોવા મળ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર થવા જઈ રહી છે, ત્યારે એક બેઠક માટે 20થી વધુ અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતાર્યા છે. ત્રણેય રાજકીય પાર્ટી દ્વારા છેલ્લા 15 દિવસથી સમગ્ર વિસ્તારમાં સખત પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 20માં આવેલ 33 મતદાન મથકો પર વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ રાયકાએ પણ મતદાન કર્યું હતું. તો બીજી તરફ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.