સુરત: કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સૌને પાઠવી નવા વર્ષની શુભેચ્છા

સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. દિવાળી અને નવા પર્વના નિમિત્તે હું આપ સૌને શુભેચ્છા પાઠવું

CR Patil Celebrate New Year
New Update
  • કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષે પાઠવી નવા વર્ષની શુભેચ્છા

  • સી આર પાટીલે ભાજપ કાર્યકર્તાઓને  નવા વર્ષે આપ્યો શુભેચ્છા સંદેશ

  • PM મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની ઉંચાઈ કરી રહ્યો છે સ્તર

  • ચાર દીપ પ્રજ્વલિત કરવા માટે સૌને આહવાન કરતા સી આર પાટીલ

  • જળ સંચય થકી ભૂગર્ભજળનું સ્તર વધારવા કરાય રહ્યા છે પ્રયત્નો

 કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સી.આર.પાટીલે આજે નવા વર્ષ પર પોતાના નિવાસસ્થાને પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે નવ વર્ષની ઉજવણી કરી હતી અને લોકોને શુભેચ્છા સંદેશ આપ્યા હતા.

 કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સી.આર.પાટીલે પોતાના નિવાસસ્થાને પરિવારના સભ્યો અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે નવ વર્ષની ઉજવણી કરી હતી.મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમને મળવા આવ્યા હતા અને નવ વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે સી. આર. પાટીલે જણાવ્યું હતું કેવડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. દિવાળી અને નવા પર્વના નિમિત્તે હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું.

છેવાડાના પગથીયા પર દરેક વ્યક્તિ સુધી સુખ સમૃદ્ધિ પહોંચે તે માટે અમે કટિબદ્ધ છીએ. દિવાળીના પર્વ નિમિત્તે આપણે દીપ પ્રગટાવીએ છીએ.દીપમાળા પ્રગટાવવાના પગલે અંધકાર દૂર થાય છે. આપણે એક દિવસ દિવાળીના નામે દીપ પ્રગટાવીએ. એક દીપ નવા વર્ષના નામે પ્રગટાવીએ. એક દીપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચાર 2047 સુધી વિકસિત ભારતના નામે પ્રગટાવીએ અને એક દીપ જળસંચય જન ભાગીદારી તેમજ જન આંદોલનના નામે પ્રગટાવીએ.

 

#CR Patil #Gujarati News #New Year #Diwali #નુતન વર્ષ #Happy New Year. #Celebrate Diwali
Here are a few more articles:
Read the Next Article