રક્તદાનમાં અગ્રેસર સુરતમાં સર્જાઈ રક્તની અછત
રોજના 600 યુનિટ સામે 200 યુનિટ જ મળી રહ્યું છે બ્લડ
રક્તદાન પર વર્તાય દિવાળી વેકેશનની અસર
રક્તની અછતથી દર્દીઓને પડી રહી છે હાલાકી
રક્તદાન કેન્દ્રો દ્વારા રક્તદાન કરવા માટે નાગરિકોને અનુરોધ
સુરત શહેરમાં રાજ્યમાં સૌથી વધુ રક્તદાન કરવામાં આવે છે,પરંતુ દિવાળી વેકેશનની અસરે બ્લડની અછત સર્જી દીધી છે,રોજના 600 યુનિટ બ્લડની જરૂરિયાત સામે માત્ર 200 યુનિટ જ બ્લડ મળી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત રાજ્યમાં રક્તદાન ક્ષેત્રે સુરતને અગ્રીમ હરોળમાં સ્થાન મળ્યું છે,ત્યારે હાલ સુરતની રક્તદાન બેંકોમાં લોહીની અછત સર્જાતા મુશ્કેલીઓનો સામનો દર્દીઓ કરી રહ્યા છે.સુરતમાં દરરોજ 600 યુનિટ લોહીની જરૂર હોવાની સામે માત્ર 200 યુનિટ બ્લડની જ આવક છે.અને સ્થિતિ સર્જાવવા માટે દિવાળી વેકેશન જવાબદાર હોવાનું કહેવાય છે.
જેના કારણે સુરતના રક્તદાન કેન્દ્રોમાં હાલ રક્તની અછત ઉભી થઈ છે.રક્ત ની અછત સર્જાતા દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જ્યારે વરાછાના લોક સમર્પણ રક્તદાન કેન્દ્રમાં 160 રક્ત યુનિટની સામે 60 યુનિટ જ રક્તદાન થઇ રહ્યું છે,તેથી રક્તદાન કેન્દ્રો દ્વારા સ્વૈચ્છિક રક્તદાન માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે.