સુરત: રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કોસંબા નજીક નિર્માણ પામેલ ઓવરબ્રિજ એક જ વર્ષમાં બન્યો ખખડધજ

સુરતના કોસંબા નજીક એક વર્ષ પહેલા નિર્માણ પામ્યો ઓવરબ્રિજ, એક જ વર્ષમાં બ્રિજનો માર્ગ બન્યો ખખડધજ.

સુરત: રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કોસંબા નજીક નિર્માણ પામેલ ઓવરબ્રિજ એક જ વર્ષમાં બન્યો ખખડધજ
New Update

સુરતના કોસંબા નજીક નેશનલ હાઇવે પર એક વર્ષ પહેલા નિર્માણ પામેલા ઓવરબ્રિજ પર મસમોટા ખાડા પડતા એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી રહી છે.

નેશનલ હાઈવે ૪૮ પર લોક માંગણીને ધ્યાને રાખી એક વર્ષ પહેલા કોસંબા નજીક નંદાવ પાટિયા પાસે અંદાજીત ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું . ત્રણ વર્ષ ચાલેલા આ નિર્માણ કાર્ય દરમ્યાન વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી હતી.

ત્રણ વર્ષ દરમ્યાન ભારે ટ્રાફિક જામ ની સમસ્યા પણ સર્જાઈ હતી જોકે બ્રીજ બનતા લોકો એ હાશકારો લીધો હતો પરંતુ બ્રીજ નિર્માણ થયા ને હાલ માત્ર એક જ વર્ષ નો સમય થયો છે અને બ્રીજ બનાવવામાં ઉતારવામાં આવેલી વેઠ પ્રથમ વરસાદ માજ સામે આવી છે. બ્રીજની હાલત એટલી ખરાબ થઇ ગઈ છે કે બ્રીજ પર પડેલા ખાડા ને કારણે ૬ લેન પૈકી એક તરફનો રસ્તો હાઈવે ઓથોરીટીએ બંધકરવાની ફરજ પડી છે.

બ્રીજ પર પડેલા ખાડાને લઇ વાહનોમાં ભારે નુકશાન થઇ રહ્યું છે લોકોના પૈસા અને સમયનો વ્યવ થઇ રહ્યો છે જોકે છેલ્લા ૨૪ કલાક થી વરસાદ બંધ છે છતાં હજુ સુધી સમારકામ શરૂ કરવામાં આવ્યું નથી. રોડ પર પડેલા ખાડા અકસ્માત નોતરી રહ્યા છે અને તેમાં પણ જયારે વરસાદ વરસતો હોઈ ત્યારે આ ખાડાઓનો અંદાજ આવતો નથી અને અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે હવે સ્થાનિકો ફરીથી આ બ્રીજ પર સમારકામ શરૂ કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે.

#National Highway #Surat #Kosamba #Surat News #Connect Gujarat News #roads damaged #Road News #Over Bridge News
Here are a few more articles:
Read the Next Article