સુરત : રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ લીડરના ઘર પર ચાલ્યું બુલડોઝર,પોલીસે 1300 ગુનેગારોની બનાવી યાદી

સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટના નામથી ગેંગ ચલાવતા રાહુલ પીંપડેના ગેરકાયદેસર ત્રણ મકાન પર કાયદાનું બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.

New Update
  • રાજ્ય પોલીસવડાના આદેશ બાદ પોલીસ એક્શનમાં

  • સુરત પોલીસની અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી

  • રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ લીડરના મકાન પર ચાલ્યું બુલડોઝર

  • રાહુલ મર્ડર સહિતના ગંભીર ગુનામાં છે આરોપી

  • પોલીસે 1300 જેટલા કુખ્યાત ગુનેગારોની યાદી બનાવી 

Advertisment

સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટના નામથી ગેંગ ચલાવતા રાહુલ પીંપડેના ગેરકાયદેસર ત્રણ મકાન પર કાયદાનું બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. જ્યારે પોલીસે 1300 જેટલા કુખ્યાત ગુનેગારોની યાદી બનાવીને તપાસના ચક્રો ગતિમાન કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ નામથી ગેંગ ચલાવનાર રાહુલ પીંપડે પર હવે કાયદાનું વલણ વધુ કડક બન્યું છે. ઉધના પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે આરોપી રાહુલનાં ત્રણ મકાન પર હથોડો અને બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે. આરોપી રાહુલે સરકારી આવાસ નજીક ગેરકાયદે બનાવેલા મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યાં છે. આરોપીએ આવાસના મકાનમાં પણ ગેરકાયદે બાંધકામ કર્યું હતુંજેને પણ તોડી પાડવામાં આવ્યું છે.

ઉધના વિસ્તારમાં રાહુલ પીંપડે દ્વારા ગેરકાયદેસર રીતે ત્રણ મકાન બાંધવામાં આવ્યા હતાજેનો ઉપયોગ તે અવૈધ પ્રવૃત્તિઓ માટે કરતો હતો.પોલીસે તપાસમાં જાણ્યું કેઆ ત્રણ મકાન રાહુલની ગેંગ માટે કેન્દ્રીય હેડક્વાર્ટર તરીકે કામ કરતા હતાજ્યાંથી તે અવૈધ ધંધા અને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતો હતો.કાયદાની લાલ આંખ પડતા હવે આ ગેંગના પાયા હચમચી ગયા છે. આરોપી રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનો ડોન છેજેની સૂર્યા મરાઠી હત્યા કેસમાં પણ સંડોવણી છે. આરોપી રાહુલ સામે ગુજસીટોકમારામારીહત્યા જેવા 22 ગુના નોંધાયેલ છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચે વિશેષ તપાસ દરમિયાન 1300 જેટલા ગુનેગારોની યાદી બનાવી છે. તેમાં 300 ગંભીર ગુનાઓમાં સામેલ છેજ્યારે બાકીના શારીરિક હુમલાપ્રોપર્ટી ઓફેન્સ અને ઓર્ગેનાઈઝ ક્રાઈમ સાથે સંકળાયેલા છે. પોલીસના આ લિસ્ટમાં 20થી 25 ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુનેગારો પણ સામેલ છે.

100 કલાકના આ અભિયાન હેઠળ 22 શખ્સને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પોલીસ સ્ટેશન પર બોલાવવામાં આવ્યા હતાપોલીસ દ્વારા આ શખ્સોની વારંવાર પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે.

Advertisment
Latest Stories