Connect Gujarat
સુરત 

સુરત : 8 માસના માસૂમને માર મારતી કેરટેકર મહિલા CCTVમાં કેદ, બાળકને થયું બ્રેન હેમરેજ

હિમગિરિ સોસાયટીમાં શિક્ષક પરિવારના 8 માસના 2 ટ્વિન્સ બાળકોને સાચવવા માટે તેઓએ કેરટેકર મહિલા રાખી હતી. જોકે, આ કેરટેકરે વ્યક્તિગત ગુસ્સો માસૂમ બાળક પર કાઢી નાખ્યો હતો.

X

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ સોસાયટીના પરિવારે ટ્વિન્સ બાળકોને સાચવવા માટે મહિલા કેરટેકર રાખી હતી. જોકે, આ કેરટેકરે વ્યક્તિગત ગુસ્સામાં બાળક પર આત્યાચાર ગુજાર્યો છે, ત્યારે સમગ્ર મામલાના CCTV ફૂટેજ બહાર આવતા નિર્દય કેરટેકર મહિલાનો ભાંડો ફૂટ્યો હતો.

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના રાંદેર-પાલનપુર પાટિયા નજીક આવેલ હિમગિરિ સોસાયટીમાં શિક્ષક પરિવારના 8 માસના 2 ટ્વિન્સ બાળકોને સાચવવા માટે તેઓએ કેરટેકર મહિલા રાખી હતી. જોકે, આ કેરટેકરે વ્યક્તિગત ગુસ્સો માસૂમ બાળક પર કાઢી નાખ્યો હતો. આ નિષ્ઠુર મહિલાએ 5 મિનિટ સુધી એક બાળકને પલંગ પર 4થી 5 વાર પછાડ્યો હતો. એટલું જ નહીં બાળકના કાન આમળી તેને હવામાં ફંગોળી માર પણ માર્યો હતો. જેના કારણે બાળક બેહોશ થઈ જતાં કેરટેકરે બાળકના માતા-પિતાને જાણ કરી હતી.

માતા-પિતા બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં, જ્યાં તેને માથામાં ઈજા થતાં બ્રેન હેમરેજ થયાનું બહાર આવ્યું હતું. જોકે, ઘરમાં લાગેલા CCTV કેમેરા ચેક કરાતાં કેરટેકર મહિલા બાળક પર અત્યાચાર કરતી હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. બાળક રડતું હોવા છતાં કેરટેકરને જરાય દયા આવી ન હતી, ત્યારે હાલ તો બાળકના પિતાએ રાંદેર પોલીસ મથકે નિર્દય કેરટેકર મહિલા કોમલ ચાંદલેકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Next Story