સુરતના પિપોદરા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચાલતા કેમિકલ ચોરીના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કરી રૂપિયા 15 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે
સુરતના કોસંબા પોલીસે નેશનલ હાઇવે ૪૮ ઉપર પીપોદરા ગામ નજીકથી કેમિકલ ચોરી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.કોસંબા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી દરમિયાન હાઇવેની બાજુમાં શેડ ભાડે રાખી ચાલતા કેમિકલ ચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી ૧૫૬૯૦ લીટર મોનો ક્લોરો બેનજીન નામનું કેમિકલ તેમજ એક કન્ટેનર ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.સમગ્ર નેટવર્ક કેતન પટેલ નામનો શખ્સ શેડ ભાડે રાખીને ચલાવતો હોવાનું સામે આવ્યું છે નેશનલ હાઇવે ઉપરથી પસાર થતાં વિવિધ કંપનીના ટેન્કરના ચાલકના મેળાપીપણામાં ટેન્કરો માંથી કેમિકલ ચોરી કરવામાં આવતી હતી. પોલીસે કેમિકલ તેમજ ટેન્કર મળી ૨૫ લાખથી વધુ નો મુદ્દામાલ જપ્ત કરી ટેન્કર ચાલક તેમજ કામદાર અટકાયત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. શેડ ભાડે રાખીને સમગ્ર કેમિકલ ચોરીનું નેટવર્ક ચલાવતો કેતન પટેલ પોલીસ પકડથી દૂર છે ત્યારે જોવું એ રહ્યું કે આખું નેટવર્કર ચલાવતા કેતન પટેલને પોલીસ ક્યારે જેલ હવાલે કરે છે