સુરત: મહિલાની સતર્કતાથી બાળકી દુષ્કર્મનો ભોગ બનતા બચી ગઈ, નરાધમની પોલીસે કરી ધરપકડ

સુરતના વેસુ વિસ્તારમાં 8 વર્ષીય બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી 48 વર્ષીય નરાધમે અવાવરું જગ્યામાં શારીરિક અડપલા કર્યા હતા.

New Update
  • માસુમ સાથે દુષ્કર્મનો પ્રયાસ

  • બાળકી સાથે નરાધમે કર્યા શારીરિક અડપલા

  • 8 વર્ષીય બાળકીને ચોકલેટની લાલચ આપી હતી

  • સ્થાનિક મહિલા જોઈ જતા બાળકી સુરક્ષિત રહી

  • પોલીસે નરાધમ આરોપીની કરી ધરપકડ

સુરતના વેસુ વિસ્તારમાં 8 વર્ષીય બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી 48 વર્ષીય નરાધમે અવાવરું જગ્યામાં શારીરિક અડપલા કર્યા હતા. જોકે એક મહિલાની સતર્કતાના કારણે બાળકી નરાધમની ચુંગાલમાંથી છૂટી શકી હતી,અને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

સુરતના વેસુ વિસ્તારમાં 22 ડિસેમ્બરના રોજ બપોરના સમયે બિલ્ડિંગની નીચે 8 વર્ષની બાળકી રમી રહી હતી. આ સમયે 48 વર્ષીય સેલાબ યાદવ નામના વ્યક્તિએ તેને ચોકલેટ આપવાની લાલચ આપીને દાદરની અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં તે માસુમ બાળકી સાથે અડપલા કરી રહ્યો હતો. આ દરમિયાન પાડોશમાં રહેતી મહિલાની નજર પડતા તેણીએ બૂમાબૂમ કરતા બાળકી દુષ્કર્મનો ભોગ બનતા બચી ગઈ હતી,અને મહિલા દ્વારા સ્થાનિક રહીશો તેમજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નરાધમની ધરપકડ કરી હતી. 

Latest Stories