સુરત : સાડીનાં ખાતામાં બાળ મજૂરીનું કૃત્ય ઝડપાયું,છ બાળકોને પોલીસે કરાવ્યા મુક્ત

સાડીના ખાતામાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હતી,પોલીસે છ બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યા હતા.માત્ર રૂપિયા 200માં બાળકો પાસે 12 કલાક મજૂરી કરાવવામાં આવતી હતી.

New Update
  • સાડીના ખાતામાં બાળ મજૂરીનું કૃત્ય

  • પોલીસે રેડ કરીને છ બાળકોને કરાવ્યા મુક્ત

  • રાજસ્થાનથી બાળકોને લાવીને મજૂરી કરાવતા હતા

  • 12 કલાકની રૂ.200માં મજૂરી ચૂકવવામાં આવતી

  • બે કારખાનાના માલિકો ફરાર  

સુરતના પુણા વિસ્તારમાં પોલીસે બાળ મજુરીનો પર્દાફાશ કર્યો છે.સાડીના ખાતામાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હતી,પોલીસે છ બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યા હતા.માત્ર રૂપિયા 200માં બાળકો પાસે 12 કલાક મજૂરી કરાવવામાં આવતી હતી.

સુરતના પુણા વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા બે સાડીના ખાતામાંથી છ બાળમજૂરો મળી આવ્યા હતા. હાલ તો પોલીસે આ છ બાળ મજૂરોને મુક્ત કરાવીને કતારગામ બાળ આશ્રમમાં મોકલી આપ્યા છે. જ્યારે આ બે સાડીના કારખાનાના માલિક સામે ગુનો નોંધીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં થોડા દિવસ પહેલા બે બાળમજૂરો કાળી મજૂરીથી કંટાળીને ભાગીને પોલીસ સ્ટેશન પહોંચતા રાજસ્થાનથી બાળકોને સુરત લાવીને કાળી મજૂરી કરાવવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો હતો. ત્યારે એક કારખાનામાંથી પાંચ બાળ મજૂરોને મુક્ત કરાવી તેમને તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યા હતા. જોકે આ રીતે વધુ બાળકોને સુરત લાવીને કાળી મજૂરી કરાવવામાં આવતી હોવાની શંકાના આધારે પુણા પોલીસની સી ટીમ દ્વારા પુણા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

પુણાગામ સીતારામ સોસાયટીમાં બાળમજૂરીની પ્રવૃત્તિ ચાલે છે કે નહીંતે બાબતે પુણા પોલીસ અને સી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. બાતમી મળી હતી કેસીતારામ સોસાયટીમાં આવેલા બે ઘરમાં બાળમજૂરોને લાવીને સાડીના ખાતામાં મજૂરી કરાવવામાં આવી રહી છે. જેથી પોલીસ દ્વારા આ બંને ઘરમાં તપાસ કરવામાં આવી હતી. આ બંને સાડીના ખાતામાં પોલીસને છ બાળમજૂરો મળી આવ્યા હતા.

દિલીપસિંગ વરદીસિંગ રાજપૂત અને સુરેસિંગ નાથુસિંગ ખરવડ રાજસ્થાનથી બાળકોને લાવીને સાડીના ખાતામાં મજૂરી કરાવતા હતા.હાલ પોલીસે બંનેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.