Connect Gujarat
સુરત 

સુરત : ચોધાર આંસુએ ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી, માતા-પિતાએ ભારે હૈયે દીકરીને વિદાય આપી

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક ગત તા. 12 ફેબ્રુઆરીના રોજ એકતરફી પ્રેમમાં એક યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળું કાપી હત્યા નિપજાવી હતી.



ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઉઠ્યું છે. ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી દીકરીની નિર્મમ હત્યા અંગે સાંભળી પિતાનું હૃદય કપાય ગયું હતું. ગ્રીષ્માના અંતિમસંસ્કાર 2 દિવસ સુધી કરવામાં આવ્યા ન હતા. આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતાં જ તેઓ જમીન પર ઢળી પડ્યાં હતાં. તો બીજી તરફ આજે મંગળવારના રોજ ગ્રીષ્મા વેકરિયાની અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી હતી. સાથે જ પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો. ગ્રીષ્માની અંતિમ સફર વેળા તેના મૃતદેહ પાસે માતા-પિતાનું આક્રંદ જોવા મળ્યું હતું. તો સમાજના લોકો પણ ચોધાર આંસુએ ગ્રીષ્માને વિદાય આપી હતી. ગ્રીષ્માની અંતિમ યાત્રામાં ધાર્મિક માલવીયા, અલ્પેશ કથિરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Next Story