સુરત: લવ જેહાદના મુદ્દે ભગવાન મહાવીર કોલેજમાંમાં માથાકૂટ, જુઓ મારામારીના LIVE વિડીયો

સુરતની જાણીતી ભગવાન મહાવીર કોલેજમાં મારામારીના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ મુદ્દે કહેવામાં આવ્યું છે કે લવ જેહાદના મુદ્દે આ મામલે માથાકૂટ થઈ હતી

New Update
સુરત: લવ જેહાદના મુદ્દે ભગવાન મહાવીર કોલેજમાંમાં માથાકૂટ, જુઓ મારામારીના LIVE વિડીયો

સુરતની જાણીતી ભગવાન મહાવીર કોલેજમાં મારામારીના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ મુદ્દે કહેવામાં આવ્યું છે કે લવ જેહાદના મુદ્દે આ મામલે માથાકૂટ થઈ હતી.

સુરતની જાણીતી ભગવાન મહાવીર કોલેજની અંદર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કોલેજની અંદર સુનિયોજિત રીતે લવ જેહાદનું ષડયંત્ર ચાલતું હોવાની શંકા હતી. વિધર્મી યુવકો દ્વારા હિન્દુ વિદ્યાર્થીનીઓને નિશાના પર લઈને તેમની સાથે પ્રેમ પ્રકરણ આગળ વધારવામાં આવતુ હતુ. જે બાબતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેકી કરવામાં આવી હતી, અને એવા યુવકોને ઓળખી કાઢવા માટેનું કામ શરૂ કરાયું હતું. જેને પગલે મારામારી થઈ હતી.

વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડીયાએ જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી લવજેહાદ સમગ્ર દેશમાં અને શહેરમાં પણ વધી રહ્યો છે. વિધર્મીઓ હિન્દુ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવે છે અને આખરે હિન્દુ યુવતીઓએ આપઘાત કરી લેવા સુધીની ફરજ પડે છે. સુરતની ભગવાન મહાવીર કોલેજમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ સક્રિય થયા છે અને તેઓ હિન્દુ વિદ્યાર્થીઓનો સંપર્ક વધારે તેમને પ્રેમ જાળમાં ફસાવી રહ્યા હોવાની વિગતો મળી રહી હતી.

Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.