સુરત : બારડોલી-મહુવા રોડ પર CNG કારમાં આગ લાગતા નાસભાગ, કાર ચાલકનો આબાદ બચાવ...

બારડોલી તાલુકાના બારડોલી-મહુવા રોડ પર બમરોલી ગામની નજીક કારમાં અચાનક ધુમાડા નીકળતા કાર અચાનક ભડકે બળવા લાગી હતી.

New Update
સુરત : બારડોલી-મહુવા રોડ પર CNG કારમાં આગ લાગતા નાસભાગ, કાર ચાલકનો આબાદ બચાવ...

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બારડોલી-મહુવા રોડ પર બમરોલી ગામની નજીક કારમાં અચાનક ધુમાડા નીકળતા કાર અચાનક ભડકે બળવા લાગી હતી. જોકે, ચાલકે તુરંત કાર ઊભી રાખી દીધી હતી અને કારમાંથી બહાર નીકળી ગયો હતો.

મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના બારડોલી-મહુવા માર્ગ પર અચાનક જ CNG કારમાંથી ધુમાડા નીકળવા માંડ્યા હતા. કારચાલક સમયસૂચકતા વરતીને કારમાંથી બહાર નીકળી ગયો હતો. જોકે, ચાલક કારથી દૂર જાય એટલા સમયમાં કાર ભડભડ બળવા લાગી હતી. સમગ્ર ઘટનાની જાણ બારડોલી ફાયર વિભાગને કરવામાં આવતા બારડોલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બનેલી આગની ઘટનામાં કારને મોટું નુકસાન થયું હતું. CNG કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર ન મળતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

Latest Stories