વાસણવાળા ઇન્ડસ્ટ્રીઝમાં કલરયુક્ત પાણીનો મામલો
કલરયુક્ત પાણીના ભરાવાથી સ્થાનિકોને હાલાકી
તપેલા ડાઈંગ દ્વારા પાણી છોડાતું હોવાના આક્ષેપ
તંત્રના સૂચક મૌન સામે સ્થાનિકોમાં આક્રોશ
પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે કાર્યવાહીની માંગ
સુરતના ઉધના વાસણવાળા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કલરયુક્ત પાણી ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,આ પ્રદુષિત પાણી તપેલા ડાઈંગ મિલો દ્વારા છોડવામાં આવતું હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.
સુરતના ઉધના વાસણવાળા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કલરયુક્ત પાણીએ જમાવટ કરી છે,જેના કારણે સ્થાનિક લોકોને રસ્તા પરથી પસાર થવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,આ પ્રદુષિત પાણી તપેલા ડાઈંગ મિલો દ્વારા છોડવામાં આવતું હોવાના આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે.
વધુમાં સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે હાલમાં નવ ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે,જોકે તેમાં પણ કલરયુક્ત પાણી નજરે પડી રહ્યા છે,તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી,ઉપરાંત ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણ મૌન હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.ત્યારે તાત્કાલિક પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.