New Update
જલારામ બાપા પર વિવાદાસ્પદ નિવેદનનો મામલો
સ્વામી સામે ફૂંકાયો છે વિરોધનો વંટોળ
સંપ્રદાયના સ્વામીની પાપલીલાઓ સામે પણ આક્રોશ
સ્વામિનારાયણ સૈદ્ધાંતિક હિત રક્ષક સમિતિ દ્વારા કરાયો વિરોધ
સંપ્રદાય માંથી આવા સાધુઓને હાંકી કાઢવા કરાઈ માંગ
સુરતના અમરોલી ખાતે એક સત્સંગ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા વીરપુરના સંત જલારામ બાપા વિશે એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું,જોકે બાદમાં તેઓને તેમની ભૂલ સમજાતા તેમને માફી પણ માંગી હતી,પરંતુ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે,અને સ્વામી સામે ભારે વિરોધનો વંટોળ ફૂંકાયો છે.
ત્યારે સુરતના સ્વામિનારાયણ સૈદ્ધાંતિક હિત રક્ષક સમિતિના સભ્યોએ ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું,અને વિરોધ દર્શાવતા બેનરો અને ફોટા સાથે બફાટ કરતા અને પાપલીલા આચરતા સ્વામીઓ સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.અને સંપ્રદાય માંથી આવા સાધુઓને હાંકી કાઢવા માટેની માંગ કરવામાં આવી હતી.
Latest Stories