/connect-gujarat/media/post_banners/1dfcbd42edba56a910789b6be1af5be86a0e997f52fb13a59170d3c26b18e56b.jpg)
સુરત શહેર તથા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો થતો રહે છે, જોકે, દિવાળીની રજાઓ બાદ પરત ફરતા લોકોનું 7 જેટલા પ્રવેશદ્વાર ખાતે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ 138 સેન્ટર પર રસીકરણ સાથે વેક્સિનેશનની કામગીરીને પણ તેજ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા રેલ્વે સ્ટેશન, બસ ડેપો તથા એરપોર્ટ સહિત શહેરના 7 જેટલા પ્રવેશદ્વાર ખાતે લોકોને ટેસ્ટ કરી કોરોના ટેસ્ટિંગની કવાયત હાથ ધરાય છે.
મનપાના આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે રેલ્વે પોલીસનો આરોગ્ય વિભાગને સહયોગ નહી મળવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રેલ્વે પોલીસનો સહકાર ન મળતા કામગીરી દરમિયાન મુસાફરો અને સ્ટાફ વચ્ચે ટેસ્ટિંગ મુદ્દે રકઝક થતી હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસ અને હોમગાર્ડની હાજરી શોભાના ગાથીયા સમાન છે. કોરોના ટેસ્ટ કરાવવા ન ઇચ્છતા મુસાફઓ સ્ટાફ સાથે ઝગડો કરે છે. અને પોલીસનો સહકાર નહી મળતા ટેસ્ટીંગની કામગીરી પર અસર પડે છે.