Connect Gujarat
સુરત 

સુરત : ડાયમંડ બુર્સના ઉદઘાટનનું કાઉન્ટડાઉન શરૂ, દશેરાના દિવસે ડાયમંડ બુર્સમાં 983 ઓફિસમાં કુંભ સ્થાપના થશે....

દશેરાના દિવસે સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા કુલ 983 નાના મોટા ઉદ્યોગકારો દ્વારા તેમના પરિવારની હાજરીમાં વિધિવતથી કુંભ ઘડાનું સ્થાપના કરશે.

સુરત : ડાયમંડ બુર્સના ઉદઘાટનનું કાઉન્ટડાઉન શરૂ, દશેરાના દિવસે ડાયમંડ બુર્સમાં 983 ઓફિસમાં કુંભ સ્થાપના થશે....
X

સુરતના ખજોદ વિસ્તારમાં વિશ્વની સૌથી મોટી હીરા ઉદ્યોગ ક્ષેત્રમાં ઓફિસ બિલ્ડીંગ ડાયમંડ બુર્સ શરૂ થવા જઈ રહ્યું છે. મળતી માહિતી અનુસાર વડાપ્રધાનના હસ્તે 17 ડિસેમ્બરના દિવસે વિધિવત રીતે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. જ્યાં હજારોની સંખ્યામાં ઓફિસ તૈયાર થઈ રહી છે, ત્યારે દશેરાના દિવસે કુંભ સ્થાપનાના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વમાં સુરત ડાયમંડ બુર્સ જેટલું વિશાળ એક પણ બિઝનેસ હબ નથી તેવું માનવામાં આવે છે. કારણ કે, આ ડાયમંડ બુર્સમાં કુલ 4700 કરતા વધુ ઓફિસ તૈયાર થશે.

દશેરાના દિવસે સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા કુલ 983 નાના મોટા ઉદ્યોગકારો દ્વારા તેમના પરિવારની હાજરીમાં વિધિવતથી કુંભ ઘડાનું સ્થાપના કરશે. સુરત ડાયમંડ કો-ઓપરેટીવ સોસાયટીના પ્રમુખ નાગજી સાકરીયા જણાવ્યું કે, સુરત ડાયમંડ બુર્સના નિર્માણ થયા બાદ વિશ્વમાં સુરત શહેરને આગવી ઓળખ મળી છે. અત્યાર સુધી સુરત શહેર માત્ર ડાયમંડ પોલીસીંગ માટે જાણીતું હતું, પરંતુ હવેથી ટ્રેડિંગ માટે પણ જાણીતું બનશે. 1000 જેટલી ઓફિસરમાં કુંભ ઘડાની સ્થાપના કરવામાં આવશે જેમાં હજારો લોકો ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનના હસ્તે જ્યારે 17 મી ડિસેમ્બરના રોજ ભવ્ય સુરત ડાયમંડ બુર્સની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે અમને ખૂબ જ ઉત્સાહ છે અને આ કાર્યક્રમ ભવ્ય રીતે કરવા માટેની અમે તમામ તૈયારીઓ કરી રહ્યા છીએ.

Next Story