સુરત : મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કરી રક્ષાબંધન પર્વની ઉજવણી.

કેન્દ્રીય મંત્રીના બહેન સુરેખાએ તેમના ભાઈ સી.આર.પાટીલના હાથે સુરક્ષા કવચ બાંધ્યું હતું. આ સાથે જ બહેનને સી.આર.પાટીલે ભેટ આપીને આશીર્વાદ પાઠવ્યા

New Update

ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનનો પર્વ

રક્ષાબંધનના તહેવારની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરાય

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે કરી ઉજવણી

બહેનએ ભાઈ સી.આર.પાટીલના હાથે રક્ષાસૂત્ર બાંધ્યું

સી.આર.પાટીલે ગુજરાતની જનતાને શુભેચ્છાઓ પાઠવી

રાજ્ય સહિત સમગ્ર દેશમાં આજે ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનના તહેવારની ઉજવણી થઈ રહી છેત્યારે સુરત ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.

રક્ષાબંધન પર્વ નિમિત્તે રાજ્ય સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ પોતાના પરિવાર સાથે ઉજવણી કર્યા રહ્યા છેત્યારે સુરત શહેરના ભટાર વિસ્તાર સ્થિત પોતાના નિવાસસ્થાને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી.

કેન્દ્રીય મંત્રીના બહેન સુરેખાએ તેમના ભાઈ સી.આર.પાટીલના હાથે સુરક્ષા કવચ બાંધ્યું હતું. આ સાથે જ બહેનને સી.આર.પાટીલે ભેટ આપીને આશીર્વાદ પાઠવ્યા હતા. આ અવસરે સી.આર.પાટીલે ગુજરાતની જનતાને રક્ષાબંધનના તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી.

#Rakhi Festival #સી.આર.પાટીલ #Gujarat Celebrat Rakhi Festival #CR Patil #રક્ષાબંધન 2024 #રક્ષાબંધનપર્વ #રક્ષાબંધન #Rakshabandhan Celebration
Here are a few more articles:
Read the Next Article