Connect Gujarat
સુરત 

સુરત: ક્રાઇમ બ્રાન્ચે રૂ. 10 લાખની કિંમતના MD ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ

સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઇથી એમ.ડી ડ્રગ્સ લઇ આવનાર રાંદેર-રામનગરના રીક્ષા ચાલકને સચિન-નવસારી રોડ પાસેથી ઝડપી પાડ્યો છે.

X

સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઇથી એમ.ડી ડ્રગ્સ લઇ આવનાર રાંદેર-રામનગરના રીક્ષા ચાલકને સચિન-નવસારી રોડ પાસેથી ઝડપી પાડ્યો છે.પોલીસે 100.260 ગ્રામ ડ્રગ્સ સહિત કુલ રૂ. 13.12 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સુરત ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીના આધારે સચિન-નવસારી રોડ સ્થિત કપ્લેથા ચેક પોસ્ટ પર ગત મધરાતે વોચ ગોઠવી મુંબઇથી વાયા નવસારી થઇ આવી રહેલી એસેન્ટ કાર નં. જીજે-05 સીએલ-0053 ને અટકાવી હતી.ક્રાઇમ બ્રાંચની ટીમે કાર ચાલક મોહમદ સિદ્દીક ઉર્ફે રાજા અબ્દુલ કાદર બોમ્બેવાલાની તલાશી લીધી હતી. જેમાં તેના પેન્ટના ખિસ્સામાં પ્લાસ્ટિકની કોથળીમાંથી એમ.ડી ડ્રગ્સનો 100.260 ગ્રામની પડીકી કિંમત રૂ.10.02 લાખનો જથ્થો મળી આવ્યો હતો.સિદ્દીકની પૂછપરછમાં મુંબઇના રાજા નામની વ્યક્તિ પાસેથી છેલ્લા ચાર મહિનાથી ડ્રગ્સ લાવી સુરતમાં ચૌક્કસ ગ્રાહકોને વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે રીક્ષા ચાલક એવા મોહમદ સિદ્દીક પાસેથી મળેલા એમ.ડી ડ્રગ્સનો જથ્થો, 3 મોબાઇલ ફોન, રોકડ અને કાર મળી કુલ રૂ. 13.12 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી છે

Next Story