સુરત : સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ,બિશ્નોઈ ગેંગના બે સભ્યો સહિત ત્રણની ધરપકડ

સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.જેમાં રાજસ્થાનની બિશ્નોઇ ગેંગના બે સાગરીતો સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી

New Update
  • આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ

  • બિશ્નોઇ ગેંગના બે સાગરીતો સહિત ત્રણની ધરપકડ

  • 335 સ્ક્રીનશોટ મળતા આંતરરાષ્ટ્રીય કૌભાંડ બહાર આવ્યું

  • બર્મા,પાકિસ્તાન અને ચાઈનીઝ ગેંગના સ્ક્રીન શોટ મળ્યા

  • USDT દ્વારા રૂપિયા વિદેશમાં મોકલતા હતા

સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટ ઝડપી પાડ્યું છે. રાજસ્થાનની બિશ્નોઈ ગેંગના બે સાગરિતો સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસને ડેબિટ કાર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો મળી આવી હતી.

સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.જેમાં રાજસ્થાનની બિશ્નોઇ ગેંગના બે સાગરીતો સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં આરોપીઓના મોબાઈલમાંથી 335 જેટલા સ્ક્રીન શોટ મળતા કૌભાંડના તાર બર્મા,પાકિસ્તાન અને ચાઈનીઝ ગેંગ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

આ ગેંગ ભારતમાં નકલી બેંક ખાતા ખોલીક્રેડિટ કાર્ડ મેળવી અને વિવિધ ડિજિટલ માધ્યમ દ્વારા છેતરપિંડી આચરતી હતી. બેંક એકાઉન્ટ ખોલીને તેમાં ઇન્ટરનેશનલ ગેમિંગફોરેક્સહવાલાસાયબર ફ્રોડ અને ચીટીંગના નાણાં ટ્રાન્ઝેક્શન કરવા અને યુએસડીટી દ્વારા તેને દેશ બહાર મોકલવાનું કૌભાંડ બહાર આવ્યું છેજેમાં રાજસ્થાનની બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે રેલવે સ્ટેશન નજીકથી બિશ્નોઈ ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચે સુરત રેલવે સ્ટેશન નજીકની એક હોટેલમાંથી રામસ્વરૂપ બિશ્નોઈ અને સાગર બિશ્નોઈની ધરપકડ કરી હતીતેઓ રાજસ્થાનના જોધપુરના રહેવાસી છે. તેઓ બેંક એકાઉન્ટ ખોલવા બાબતે સુરત આવ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછ બાદ બોટાદના ગાબુ સંજયની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છેજ્યારે અન્ય ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે.

Latest Stories