Connect Gujarat
સુરત 

સુરત: સચિનની એથર ઇન્ડસ્ટ્રીઝ કેમિકલ કંપનીમાં ભયંકર આગનો મામલો, ગુમ થયેલ 7 કામદારોના કંકાલ મળ્યા

સુરતના સચિનની એથર ઇન્ડસ્ટ્રીઝ કેમિકલ કંપનીમાં ભયંકર આગ લાગી હતી જેમાં 27 કામદારો દાઝી ગયા હતા

X

સુરતના સચિનની એથર ઇન્ડસ્ટ્રીઝ કેમિકલ કંપનીમાં ભયંકર આગ લાગી હતી જેમાં 27 કામદારો દાઝી ગયા હતા ત્યારે આજે 7 કામદારોના કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રી કેમિકલ કંપનીમાં મંગળવારની મોડી રાત્રે ભયંકર બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આ ઘટનામાં મોડી રાત્રે કંપનીમાં કામ કરતા કામદારોની ચિચિયારીઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઊઠ્યો હતો. આ ઘટનામાં લાપતા થયેલા 7 કામદારોના આજરોજ કંકાલ મળી આવ્યા છે. તમામ મૃતદેહોને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 27 જેટલા કામદારો દાઝ્યા છે. જેમાંથી આઠથી વધુ કામદારો ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. કામદારો 70થી 100 ટકા સુધી દાઝી જતા જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે.આ અંગે સુરત પોલીસે જણાવ્યું હતું કે, કંપનીમાં કામ કરતા કર્મચારીઓ ગુમ હતા. જેમાં કંપનીમાંથી આજરોજ સાત માનવ કંકાલ મળ્યાં છે. આ કંકાલોને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આગ દુર્ઘટના બાદ કંપની અંદર કામ કરી રહેલા કાર્મચારીઓની સંખ્યા અંગે તપાસ કરતા સાત લોકો ગુમ હોવાનું સામે આવ્યું હતું. જેની બે દિવસથી શોધખોળ ચાલી રહી હતી. જેમાં આજરોજ સવારે 7 માનવ કંકાલ પોલીસને મળી આવ્યા હતાં

Next Story