સુરત: કામરેજ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનો પાસે ટોલ ટેક્સ વસુલવાનો નિર્ણય, બેઠકમાં આ બાબતે થયુ સમાધાન

NHAI દ્વારા ૫ તારીખથી લોકલ વાહન ચાલકો પાસે પણ ટોલ લેવાના નિર્ણયથી વાહન ચાલકોમાં રોષ હતો

New Update
સુરત: કામરેજ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનો પાસે ટોલ ટેક્સ વસુલવાનો નિર્ણય, બેઠકમાં આ બાબતે થયુ સમાધાન

સુરતના કામરેજ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનચાલકો પાસે પણ ટોલ ટેક્સ વસૂલવામાં આવતા ભારે વિરોધ થયો હતો જે બાદ મળેલી બેઠકમાં સ્થાનિક વાહનચાલકોને રાહત આપવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી સુરતનું કામરેજ ટોલ પ્લાઝા ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.ટોલ ઉઘરાણીને લઈ કામરેજ ટોલ પ્લાઝા ખાતે અનેક વાર વિરોધ પ્રદર્શન થતાં રહ્યા છે ત્યારે ગત રોજ પણ કામરેજ ટોલ પ્લાઝા ખાતે વાહન ચાલકોએ વિરોધ કર્યો હતો.સ્થાનિક વાહન ચાલકો પાસે ટોલ ઉઘરાવવાના નિર્ણયને લઈ વાહન ચાલકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો,

NHAI દ્વારા ૫ તારીખથી લોકલ વાહન ચાલકો પાસે પણ ટોલ લેવાના નિર્ણયથી વાહન ચાલકોમાં રોષ હતો ત્યારે સ્થાનિક વાહન ચાલકોએ ટોલ પ્લાઝા ખાતે વાહનો થંભાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.નેશનલ હાઇવેનં ૪૮ પર આવેલા NHAI ના ટોલ પ્લાઝા ખાતે વાહન ચાલકોએ ૪૫ મિનિટ સુધી ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો ત્યારે વાહન ચાલકોએ સ્થાનિક વાહન ચાલકો એટલેકે જી.જે.૫ અને જી.જે.૧૯ ના વાહન ચાલકોને ટોલ ટેક્ષ માંથી મુક્તિ આપવાની માંગ કરી હતી.જેતે સમયે કામરેજ ટોલ પ્લાઝાનો કોન્ટ્રાક્ટ IRB પાસે હતો,

IRB દ્વારા લોકલ વાહન ચાલકોને ટોલ ટેક્ષ માંથી મુક્તિ આપવામાં આવી હતી ત્યારે હાલ કામરેજ ટોલ પ્લાઝાનું સંચાલન NHAI કરી રહી છે ત્યારે NHAI દ્વારા લોકલ વાહન ચાલકો પાસેથી ૫૦ ટકા ટોલ વસુલાત કરવાનો નિર્ણય કરાતા વાહન ચાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.૫ ફેબ્રુઆરીથી લોકલ વાહન ચાલકો પાસેથી ૫૦ ટકા ટેક્ષ વસૂલવાનું નક્કી કરાયું હતું ત્યારે ગત રોજ વાહન ચાલકોના વિરોધ અને હોબાળા બાદ આજે ફરી કામરેજ ટોલ પ્લાઝા ખાતે એક બેઠક મળી હતી.

આ બેઠક સ્થાનિક,NHAI અધિકારીઓ અને પોલીસની મળી હતી જેમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો.NHAI દ્વારા લોકલ વાહન ચાલકો પાસે ટોલ વસૂલી કરવાની મુદ્દત વધારવામાં આવી છે.લોકલ વાહન ચાલકો માટે આગામી ૧૦ ફેબ્રુઆરી સુધી ટોલ ફ્રી રહેશે ત્યારે વાહન ચાલકોએ પોતાના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે.

Latest Stories