New Update
સુરતમાં નવરાત્રી મહોત્સવનો થનગનાટ
સુરતમાં માતાજીના ગઢ સ્થાપના માટે ગરબીની ડિમાન્ડ
માતાજીના ફોટા સાથેની જરદોશી વર્કવાળી માટલી ભક્તોમાં પ્રથમ પસંદ
વેપારી દ્વારા એક માટલી બનાવવા પાછળ 3 કલાકનો લાગે છે સમય
વડોદરા,અમદાવાદ,રાજકોટ,મુંબઈ સુધી ગરબીની માંગ
સુરતમાં નવરાત્રીના થનગનાટ સાથે માતાજીના ગઢ સ્થાપના માટેની ગરબીઓની માંગમાં પણ વધારો થયો છે,ત્યારે રંગબેરંગી લાઈટીંગ વાળી અને માતાજીના ફોટા સાથેની જરદોશી વર્કવાળી માટલીની ડિમાન્ડ જોવા મળી રહી છે.
સુરતમાં નવરાત્રી મહોત્સવને લઈને ગરબા રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, નવરાત્રીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે,ત્યારે માતાજીના ગરબા માટે ગઢ સ્થાપન માટેની તૈયારીઓમાં ભક્તો જોતરાયા છે.પરંપરાગત રીતે સ્થાપના કરવામાં આવતી ગરબીઓમાં વિવિધ રંગબેરંગી લાઈટીંગ અને માતાજીના ફોટા સાથેની જરદોશી વર્કવાળી ગરબીઓની ડિમાન્ડ જોવા મળી રહી છે.વેપારી પરિમલ ગજ્જરે જણાવ્યું હતું કે આ વખતે માતાજીના ફોટા સાથે જરદોશી વર્કવાળી માટલીઓની ડિમાન્ડ ખૂબ જ વધી છે, વડોદરા, અમદાવાદ,રાજકોટ અને મુંબઈ ખાતેથી પણ તેઓને ઓર્ડરો મળ્યા છે.અને એક ગરબીની માટલી તૈયાર કરવા પાછળ 3 કલાકનો સમય લાગે છે,તેમજ માટલી રૂપિયા 700 થી લઈ રૂપિયા 1,000 સુધીની કિંમતમાં વેચાય રહી છે.