સુરત: નવરાત્રીમાં સ્થાપન માટે માતાજીના ફોટા સાથે જરદોશી વર્ક વાળી ડેકોરેટીવ ગરબીની ભક્તોમાં ડિમાન્ડ વધી

સુરતમાં નવરાત્રીના થનગનાટ સાથે માતાજીના ગઢ સ્થાપના માટેની ગરબીઓની માંગમાં પણ વધારો થયો છે,ત્યારે રંગબેરંગી લાઈટીંગ વાળી અને માતાજીના ફોટા સાથેની જરદોશી વર્કવાળી માટલીની ડિમાન્ડ જોવા મળી રહી છે.

New Update

સુરતમાં નવરાત્રી મહોત્સવનો થનગનાટ 

સુરતમાં માતાજીના ગઢ સ્થાપના માટે ગરબીની ડિમાન્ડ 

માતાજીના ફોટા સાથેની જરદોશી વર્કવાળી માટલી ભક્તોમાં પ્રથમ પસંદ 

વેપારી દ્વારા એક માટલી બનાવવા પાછળ 3 કલાકનો લાગે છે સમય

વડોદરા,અમદાવાદ,રાજકોટ,મુંબઈ સુધી ગરબીની માંગ 

સુરતમાં નવરાત્રીના થનગનાટ સાથે માતાજીના ગઢ સ્થાપના માટેની ગરબીઓની માંગમાં પણ વધારો થયો છે,ત્યારે રંગબેરંગી લાઈટીંગ વાળી અને માતાજીના ફોટા સાથેની જરદોશી વર્કવાળી માટલીની ડિમાન્ડ જોવા મળી રહી છે.
સુરતમાં નવરાત્રી મહોત્સવને લઈને ગરબા રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, નવરાત્રીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે,ત્યારે માતાજીના ગરબા માટે ગઢ સ્થાપન માટેની તૈયારીઓમાં ભક્તો જોતરાયા છે.પરંપરાગત રીતે સ્થાપના કરવામાં આવતી ગરબીઓમાં વિવિધ રંગબેરંગી લાઈટીંગ અને માતાજીના ફોટા સાથેની જરદોશી વર્કવાળી ગરબીઓની ડિમાન્ડ જોવા મળી રહી છે.વેપારી પરિમલ ગજ્જરે જણાવ્યું હતું કે આ વખતે માતાજીના ફોટા સાથે જરદોશી વર્કવાળી માટલીઓની ડિમાન્ડ ખૂબ જ વધી છે, વડોદરા, અમદાવાદ,રાજકોટ અને મુંબઈ ખાતેથી પણ તેઓને ઓર્ડરો મળ્યા છે.અને એક ગરબીની માટલી તૈયાર કરવા પાછળ 3 કલાકનો સમય લાગે છે,તેમજ માટલી રૂપિયા 700 થી લઈ રૂપિયા 1,000 સુધીની કિંમતમાં વેચાય રહી છે.
#Gujarat #CGNews #Surat #Navratri Festival #Garbi #decorating garbi
Here are a few more articles:
Read the Next Article