મહિધરપુરામાં 8 ગણેશ પંડાલમાં ચોરી
પૂજાના સાધનો અને અન્ય કિંમતી વસ્તુઓની ચોરી
ચોરીની ઘટનાથી ભક્તોમાં રોષ
બે અજાણ્યા શખ્સોએ ચોરીને આપ્યો અંજામ
પોલીસે બે આરોપીની કરી ધરપકડ
સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલા 8 ગણેશ પંડાલોમાં એક સાથે ચોરી થતાં ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.આ ઘટનામાં સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કરીને બે ચોરની મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.
સુરત મહિધરપુરા વિસ્તારમાં ગણેશ ઉત્સવ દરમિયાન સ્થાપિત કરવામાં આવેલા 8 ગણેશ પંડાલોને નિશાન બનાવવામાં આવ્યા હતા. મોડી રાત્રે બે શખ્સો ગણેશ પંડાલમાં પ્રવેશ્યા અને ચાંદીની મૂર્તિ, દીવા, રોકડ અને સાધનોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ ઘટના બાદ ભક્તોમાં ભારે રોષ અને આશ્ચર્ય ફેલાયું છે.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે. ફૂટેજમાં બે શખ્સો ચોરી કરતા નજરે પડ્યા હતા, જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટેના પ્રયાસો તેજ કર્યા હતા.આ ઉપરાંત, પોલીસે આસપાસના વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરી હતી.પોલીસે ચોરીનો ભેદ ગણતરીના સમયમાં જ ઉકેલી કાઢ્યો હતો,અને 8 ગણેશ પંડાલમાં ચોરીને અંજામ આપનાર ચોર આકાશ દંતાણી અને સોહેલ દંતાણીની ચોરી કરેલા મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.