Connect Gujarat
સુરત 

સુરત : મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટે અડાજણમાં યોજાયો જિલ્લા કક્ષાનો "સખી મેળો"

રાજ્યના નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈના હસ્તે મેળાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

X

કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજ્યમાંથી કલાત્મક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથના ઉત્થાન માટે સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ હનીપાર્ક ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો "સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન"નું આયોજન કરવામાવ્યું હતું. જેમાં રાજ્યના નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈના હસ્તે મેળાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય રેલ્વેમંત્રી દર્શના જારદોષ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રાજ્ય સરકારની છેલ્લા 20 વર્ષની વિકાસ યાત્રા પ્રદર્શન તેમજ રાજ્યના 100 જેટલા ગ્રામીણ મહિલા જૂથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુના વેચાણ થકી પ્રોત્સાહિત કરવા અને આત્મનિર્ભર મહિલા કે, આત્મનિર્ભર ગામના સૂત્રને સાર્થક કરવાનો છે. અહીં રાજ્યભરના વિવિધ જિલ્લાઓની હસ્તકલા, હેન્ડલૂમ અને વિવિધ ફૂડ પ્રોડક્ટ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટેના આ મેળામાં 100થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.

Next Story