સુરત : ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર,હેવાન બનેલા બનેવીએ સાળા-સાળીની ચપ્પુના ઘા ઝીંકી કરી હત્યા

સુરતના ઉધના વિસ્તારના પટેલ નગરમાં બનેવીએ સાળા અને સાળીની ઘાતકી હત્યા કરીને ફરાર થઇ ગયો હતો,ડબલ મર્ડરની ઘટનાને પગલે પંથકમાં સનસનાટી મચી ગઈ હતી

New Update
  • ઉધનામાં બનેવી બન્યો હેવાન

  • સાળા અને સાળીની કરી હત્યા

  • બનેવીને સાળી સાથે કરવા હતા લગ્ન

  • ઘરમાં ઝઘડો થતા બનેવી હેવાન બન્યો

  • પોલીસે હત્યારા બનેવીની કરી ધરપકડ

સુરતના ઉધના વિસ્તારના પટેલ નગરમાં બનેવીએ સાળા અને સાળીની ઘાતકી હત્યા કરીને ફરાર થઇ ગયો હતો,ડબલ મર્ડરની ઘટનાને પગલે પંથકમાં સનસનાટી મચી ગઈ હતી,અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતના ઉધના વિસ્તારમાં પટેલ નગરમાં  તારીખ 8 ઓક્ટોબર બુધવારની મોડી રાત્રે સંબંધોને લજવનારી એક ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ તેની સાળી સાથે લગ્ન કરવાની જીદમાં પોતાના સાળા અને તેની નાની બહેન સાળીની ચપ્પુના ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો 30 વર્ષીય નિશ્ચય અશોક કશ્યપતેની 25 વર્ષીય બહેન મમતા અને માતા શકુંતલાબેન સાથે ડિસેમ્બરમાં થનારા નિશ્ચયના લગ્નની ખરીદી માટે સુરત આવ્યા હતા. પરંતુતેમના સુરત આવવાના થોડા જ દિવસોમાં34 વર્ષીય બનેવી સંદીપ ઘનશ્યામ ગૌરના માથે હવસ સવાર થઈ હતી. મોડી રાત્રે તેણે નિર્લજ્જ બનીને તેની સાળી મમતા સાથે લગ્ન કરવા માંગતો હોવાનું જણાવ્યું અને તેની છેડતી કરી હતી.

સંદીપે કરેલી આ બેશરમ માંગને લઈને ઘરમાં જોરદાર ઝઘડો થયો હતો.સાળા નિશ્ચયે જ્યારે બનેવી સંદીપને ઠપકો આપવાનો પ્રયાસ કર્યોત્યારે સંદીપ જાણે હેવાન બની ગયો હતો. તેણે ચપ્પુ કાઢીને નિશ્ચયના પેટના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. ભાઈને બચાવવા માટે નાની બહેન મમતા વચ્ચે પડતાહત્યારા સંદીપે તેને પણ ક્રૂરતાપૂર્વક ચપ્પુના ઘા માર્યા હતા. ગંભીર ઈજાઓને કારણે નિશ્ચય અને મમતા બંનેને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલાં જ તેમના મોત નિપજ્યા હતા.આ બનાવમાં વચ્ચે પડેલા સાસુ શકુંતલાબેનને પણ ઇજાઓ પહોંચી હતીતેઓ  હાલ સારવાર હેઠળ છે.

ડબલ મર્ડરની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં ફરાર થઈ રહેલા આરોપી સંદીપ ગૌરને રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો હતો.

Latest Stories