-
કોઠારી પરિવારનો અનોખો લગ્ન પ્રસંગ
-
તાપી નદી શુદ્ધિકરણ થીમ પર યોજાયા લગ્ન
-
થીમ આધારિત ડિસ્પ્લે પર કલીપ દર્શાવાય
-
મહેમાનોએ લીધો તાપી શુદ્ધિકરણનો સંકલ્પ
-
કોઠારી પરિવારના પ્રયાસોને બિરદાવતા મહેમાન
સુરતના પાલનપુર જકાતનાકા ખાતે આવેલ કોઠારી પોલિક્લિનિકના ડો.વિપુલ કોઠારી દ્વારા પોતાના પુત્ર ડો.જયના લગ્ન પ્રસંગે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તાપી શુદ્ધિકરણ માટે સ્વસંકલ્પ સાથે સમાજને જોડતી તાપી સ્વચ્છતાની થીમ પર લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે.
સૂર્યપુત્રી તાપી નદીને કિનારે વસેલું સુરત શહેર અને તેમાં રહેતા આપણે સૌ સુરતી લાલાઓ હરવા ફરવા અને ખાવા પીવામાં શોખીન છે. સુરત આર્થિક રીતે, શૈક્ષણિક ક્ષેત્રે તથા સામાજિક જાગૃતિ ક્ષેત્રે પણ અગ્રેસર રહ્યું છે સુરતની જીવાદોરી સમાન તાપી નદીનું પાણી સુરતના લોકો પીએ છે.જે તાપી મૈયાને આપણે માતા કહીએ છીએ, તેનું પૂજન કરીએ છીએ પરંતુ આપણી ધાર્મિક માન્યતાઓ અને કેટલીક ધાર્મિક સામાજિક ગ્રંથિ રીતરિવાજના કારણે કેટલાક લોકો પ્રસંગોપાત તાપી મૈયાને અસ્વચ્છ કરે છે. તો સરકાર દ્વારા તાપી શુદ્ધિકરણ અભિયાનને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે,અને તાપી શુદ્ધિકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે.ત્યારે લોકો તાપી શુદ્ધિકરણને લઈને જાગૃત થાય તે માટે સુરતના કોઠારી પરિવાર લગ્ન પ્રસંગે અનોખો પ્રયાસ કર્યો.