Connect Gujarat
સુરત 

સુરત : પીવાનું પાણી લાલ રંગનું આવતા મહિલાઓ થઈ “લાલઘુમ”, પાલિકા પ્રત્યે ઠાલવ્યો રોષ..!

ઉનાળાની આકરી ગરમીની સાથે જ સુરત શહેરના અનેક વિસ્તારમાં પીવાનું પાણી ગંદુ અને ગંધાતુ આવતું હોવાની ફરિયાદ શરૂ થઈ ગઈ છે.

X

સુરત શહેરના ઉધના અને પાંડેસરા વિસ્તારના સંખ્યાબંધ મકાનોમાં છેલ્લા 15 દિવસથી ગંદા અને દુર્ગંધ મારતા પાણીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.

ઉનાળાની આકરી ગરમીની સાથે જ સુરત શહેરના અનેક વિસ્તારમાં પીવાનું પાણી ગંદુ અને ગંધાતુ આવતું હોવાની ફરિયાદ શરૂ થઈ ગઈ છે.સુરતના ઉધના અને પાંડેસરા વિસ્તારના સંખ્યાબંધ મકાનોમાં ગંદા અને ગંધાતા પાણીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. એટલું જ નહીં, પીવાનું પાણી લાલ કલરનું, વાસ મારતું તેમજ પાણીમાં જીવાત આવતી હોવાની પણ લાંબા સમયથી ફરિયાદ ઉઠી છે. જોકે, આ વાસ મારતા પાણીની ફરિયાદ આવતા ઉકાઈમાંથી તાપી નદીમાં પાણી પણ છોડવામાં આવ્યું હતું. તેમ છતાં પીવાનું પાણી લાલ કલરનું તેમજ વાસ મારતું હોવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

Next Story