Connect Gujarat
સુરત 

સુરત : ધુમ સ્ટાઇલમાં હાયાબુઝા બાઈક ચલાવવી અમરોલીના યુવાનને ભારે પડ્યું..!

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં નંબર પ્લેટ વગરની હાયાબુઝા બાઇક ચલાવતો રોમિયો પોલીસના હાથે ઝડપાયો છે.

X

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં નંબર પ્લેટ વગરની હાયાબુઝા બાઇક ચલાવતો રોમિયો પોલીસના હાથે ઝડપાયો છે.

સુરત શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ અકસ્માતો ટ્રાફિક નિયમનું પાલન નહીં કરવા તેમજ ઓવર સ્પીડમાં વાહન હંકારવાના કારણે વધુ થતાં હોય છે. તો બીજી તરફ પૂર ઝડપે બાઇક ચલાવી લોકો વચ્ચે પણ કેટલાક યુવાનો સ્ટંટ કરતાં હોવાના વિડિયો અવારનવાર સામે આવ્યા છે, ત્યારે ધુમ સ્ટાઇલમાં બાઈક ચલાવવું સુરતના એક યુવાનને ભારે પડી ગયું છે. અમરોલી વિસ્તારમાં નંબર પ્લેટ વગરની હાયાબુઝા બાઇક ચલાવતો રોમિયો પોલીસના હાથે ઝડપાયો છે. એટલું જ નહીં, બાઇક ચાલક દ્વારા બાઈકના પેપર્સ નહીં આપી પોલીસ સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન પણ કરવામાં આવ્યું હતું.

ધુમ સ્ટાઇલમાં બાઈક ચલાવી લોકોના જીવ જોખમમાં મુકનારાઓ પર કડક કાર્યવાહી કરવાનો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આદેશ છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અમરોલી પોલીસે યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Next Story