સુરત : સિવિલ હોસ્પિટલના ગેટ પર બે નશેબાજોનું "શકિત પ્રદર્શન", વિડીયો થયો વાયરલ

દારૂબંધીના ધજાગરા ઉડાવતો વિડીયો સુરતમાંથી સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલના ગેટ પર જ બે દારૂડીયાઓ ઝગડી પડયાં હતાં

New Update
સુરત : સિવિલ હોસ્પિટલના ગેટ પર બે નશેબાજોનું "શકિત પ્રદર્શન", વિડીયો થયો વાયરલ

ગુજરાતમાં દારૂબંધીનો કહેવાતો કડક કાયદો હોવા છતાં નશેબાજોને લીલાલહેર છે. દારૂબંધીના ધજાગરા ઉડાવતો વિડીયો સુરતમાંથી સામે આવ્યો છે. જયાં રોજના હજારો લોકોની અવરજવર રહેતી હોય છે તેવી સિવિલ હોસ્પિટલના ગેટ પર જ બે દારૂડીયાઓ ઝગડી પડયાં હતાં..

Advertisment

સુરતની સિવિલ્ હોસ્પિટલમાં રોજના હજારો લોકોની અવરજવર રહેતી હોય છે. સિવિલ હોસ્પિટલના ગેટ પર જ બે દારૂડિયા કુસ્તીના દાવપેચ કરતાં કેમેરામાં કેદ થઈ ગયાં હતાં. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહયો છે. સવારે કુસ્તી અને સાંજે હોસ્પિટલના દર્દી-સગાંના મોબાઈલ તફડાવતા તસ્કરો અંદરોઅંદર ઝગડી પડયાં હતાં. બંને લોકોના હાથે ઝડપાય જતાં તેમને પોલીસના હવાલે કરાયાં હતાં.મોબાઈલ ચોરીના આરોપમાં પકડાયેલા બે પૈકી એક ચા-નાસ્તાની લારી પણ મજૂરી કામ કરી દર્દીઓના સગાંની કીમતી વસ્તુઓની રેકી કરી ચોરી કરતો હોવાનું બહાર આવ્યું છે.

Advertisment