સુરત: ડ્રગ્સના નશામાં યુવાને BRTS બસમાં રોયલ કાઠિયાવાડી હોવાનો રૌફ જમાવ્યો, કોકેઇન ડ્રગ્સનું પેકેટ પણ બતાવ્યું !

સુરતની BRTS બસમાં ડ્રગ્સનો નસો કરીને નશેડીએ ઉત્પાત મચાવ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડીયામાં વાયરલ થઈ રહ્યો છે.જેમાં યુવક પાસેથી કોકેઇન ડ્રગ્સ અને ઇન્જેક્શનની સિરીંજ મળી આવ્યું છે.

New Update
  • કાપડ નગરી સુરતનો બનાવ

  • બસમાં નશેડી યુવકે મચાવી ધમાલ

  • ડ્રગ્સના નશમાં યુવક ભાન ભુલ્યો

  • કોકેઇન ડ્રગ્સનું પેકેટ પણ બતાવ્યું

  • વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ

સુરતમાં સતત વધી રહેલ ક્રાઇમની ઘટના વચ્ચે હવે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતમાં નસેડી ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. એવામાં હવે BRTS બસમાં યુવકનો ડ્રગ્સના નશામાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરત ડ્રગ્સ મામલે "ઉડતા પંજાબ"ની જેમ "ઉડતા સુરત" બની રહ્યું છે. સુરતમાં ડ્રગ્સનો નશો કરાતો હોવાનો જીવતો પુરાવો સામે આવ્યો છે. વિગતો મુજબ સુરતની BRTS બસમાં ડ્રગ્સનો નસો કરીને નશેડીએ ઉત્પાત મચાવ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડીયામાં વાયરલ થઈ રહ્યો છે.જેમાં યુવક પાસેથી કોકેઇન ડ્રગ્સ અને ઇન્જેક્શનની સિરીંજ મળી આવ્યું છે. આ નશેડી ઇસમે બસમાં ભારે ધમાલ મચાવી હતી. જેમાં અડાજણથી કામરેજ જતી BRTS બસમાં નસેડીએ ડ્રગ્સના નશામાં ઉહાપો મચાવ્યો હતો.
આ નસેડીને ભાન જ ન હતું કે તે કઈ બસમાં બેઠો છે. વિગતો મુજબ ઈસમને કતારગામ જવાનું હતું અને કામરેજની બસમાં બેસી ગયો હતો. જે બાદમાં બસમાં કંડકટર અને સાથી મુસાફરોએ અડધે ઉતરવા કહ્યું તો આ નશેડીએ બસમાં ધમાલ મચાવી હતી.આ ઇસમે બસમાં કંડકટરને પોતાની પાસે રહેલા કોકેઇન ડ્રગ્સનું પેકેટ બતાવ્યું અને આટલું કોકેઇન ડ્રગ્સ પેકેટ 5000 રૂપિયાનું હોવાનું કંડકટરને બતાવ્યું હતું. આ સાથે દોઢ લાખનો ફોન અને અઢી લાખની ઘડિયાળ બતાવી પોતે રોયલ હોવાનું બતાવ્યું હતું.
વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આ મામલો સુરત મહાનગરપાલિકાના પરિવહન ચેરમેન સોમનાથ મરાઠી જણાવ્યું હતું તે સમગ્ર બાબતે પોલીસને ફરિયાદ આપવામાં આવી છે આ મામલામાં બસ ચાલે છે બસ ઉભી રાખી દીધી હોત તો યુવાન પકડાઈ ગયો હો.. 
Read the Next Article

સુરત : શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ તોડી નાખતા મૂર્તિકાર ચિંતાગ્રસ્ત, ખટોદરા પોલીસે શરૂ કરી તપાસ

અજાણ્યા શખ્સો દ્વારા લગભગ 15થી 20 શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાથી મૂર્તિકાર શોકમાં ગરકાવ થઈ ગયા છે અને તેમનો 4 મહિનાનો પરિશ્રમ નિષ્ફળ નિવડ્યો

New Update
  • મૂર્તિકારના ત્યાં મૂર્તિઓ ખંડિત કરવાનો મામલો

  • 10થી 15મૂર્તિઓ ખંડિત થતા મૂર્તિકાર વ્યથિત

  • ગણેશજીની મૂર્તિઓની આંગળીઓને નુકસાન

  • 4 મહિનાની મહેનતથી તૈયાર કરાઈ હતી મૂર્તિ

  • ખટોદરા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી તપાસ

સુરત શહેરના યુનિક હોસ્પિટલ નજીક આવેલા રામજીભાઈ મૂર્તિવાળા પાસે એક અતિ દુઃખદ ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સો દ્વારા લગભગ 15થી 20 શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાથી મૂર્તિકાર શોકમાં ગરકાવ થઈ ગયા છે અને તેમનો 4 મહિનાનો પરિશ્રમ નિષ્ફળ જતા ખૂબ જ વ્યથિત થઈ ગયા હતા. સમગ્ર મામલે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરત શહેરના યુનિક હોસ્પિટલ નજીક આવેલા રામજી મૂર્તિવાડા પાસે લગભગ 150થી વધુ ગણપતિની પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે. મૂર્તિકાર દ્વારા છેલ્લા 4 મહિનાથી અથાક મહેનત કરી આ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી હતી. જોકેઆરોપ છે કે અજાણ્યા લોકોએ આ 15થી 20 પ્રતિમાઓની આંગળીઓ ખંડિત કરી નાખી હતી. આ કૃત્ય પાછળ કોનો હાથ છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

મૂર્તિકારનું કહેવું છે કેતેઓ જમવા માટે ગયા હતા તે દરમિયાન આ કૃત્ય કરવામાં આવ્યું છે. તેમને આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે મૂર્તિઓ જોવા માટે કેટલાક લોકો આવ્યા અને તેમની નજર ખંડિત થયેલી મૂર્તિઓ પર પડી. આ જોતા જ મૂર્તિકાર ભાંગી પડ્યા અને રડતા-રડતા પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સૌથી મહત્વની વાત એ છે કેજેટલી પણ પ્રતિમાઓ છે તેમાંથી માત્ર શ્રીજીની પ્રતિમાઓની જ આંગળીઓ ખંડિત કરવામાં આવી છેઅન્ય કોઈ જગ્યાએ પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. આ સમગ્ર મામલાની જાણ થતા જ ખટોદરા પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે.

Latest Stories