સુરત : પાણીની ભારે આવક થતાં તાપી નદીમાં ઘોડાપૂર આવ્યું, ગટરિયા પૂરની સ્થિતિ સામે તંત્ર સજ્જ

દક્ષિણ ગુજરાતના તમામ જળાશયો ઓવરફ્લો થઈ ગયાં છે, ત્યારે ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક જોવા મળી રહી છે હથનુર અને પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી 1.50 લાખથી લઈને 3.5 લાખ પાણીની આવક થઈ રહી છે.

New Update

ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક

પાણીની ભારે આવક થતાં તાપી નદીમાં ઘોડાપૂર આવ્યું

નદી કાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં તંત્ર સજ્જ

નીચાણવાળા વિસ્તારોમાં ગટરિયા પૂરની સ્થિતિ સર્જાય

તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી

ઉપરવાસના ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની ભારે આવક થતાં સુરતમાં તાપી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આ સાથે જ નદી કાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં ગટરિયા પૂરની સ્થિતિ ઊભી થઈ છે.

હવામાન વિભાગે જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સુરતની આગાહી કરી હતી તે મુજબ વરસાદ નોંધાઇ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના તમામ જળાશયો ઓવરફ્લો થઈ ગયાં છેત્યારે ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક જોવા મળી રહી છે. હથનુર અને પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી 1.50 લાખથી લઈને 3.5 લાખ પાણીની આવક થઈ રહી છે.

તો બીજી તરફપાણીની આવકની સામે ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવું વહીવટી તંત્ર માટે મોટો પડકાર છે. તેવામાં સુરતમાં ગટરિયા પૂરની સ્થિતિ ઉદભવી છેઅને રસ્તાઓ પર ગોઠણસમાં પાણી ભરાયા છે. ત્યારે અડાજણ વિસ્તારમાંથી શહેરની અંદર પાણી ભરાવાના શરૂ થઈ જતા લોકો પરેશાનીમાં મુકાયા હતા. આ તરફસુરતના પંડોળ રોડ ઉપર પાણી ભરાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કેફ્લડ ગેટ બંધ કરતાં પાણી બેક મારી રહ્યા છે. જેથી ગટરીયા પાણીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો છે. ઉપરાંત ભારે પવન અને વરસાદના કારણે વરસાદના કારણે હોડી બંગલા વિસ્તામાં કાચા મકાન પર વૃક્ષ તૂટી પડ્યું હતું. જોકેઘરમાં રહેલા 4 લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘરમાં ફસાયેલા ચારેય સભ્યોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સદનસીબે આ ઘટનામાં જાનહાની ટળી જતાં ફાયર વિભાગે રાહત અનુભવી હતી.

Read the Next Article

સુરત પોલીસને મળી બાતમી..! : તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશીલી દવાનું વેચાણ કરતાં મેડિકલ સ્ટોર્સમાં તપાસ...

દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવાપેઢીનો નાશ કરી રહ્યું છે, હાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દુષણનો પગપેસારો થઈ રહ્યો છે.

New Update
  • 'નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેઈનઅંતર્ગત પોલીસનું ચેકિંગ

  • પોલીસ દ્વારા શહેરના અલગ અલગ ઝોનમાં મેગા ડ્રાઈવ

  • નશીલી દવાનું વેચાણ થતું હોવાની પોલીસને માહિતી

  • શહેરના વિવિધ મેડિકલ સ્ટોર્સમાં પોલીસે તપાસ હાથ ધરી

  • તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના દવાના વેચાણ સામે કાર્યવાહી

'નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેઈનઅંતર્ગત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ 6 ઝોનમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાક મેડિકલ સ્ટોર્સમાં સંચાલકો તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશીલી દવાઓનું વેચાણ કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી.

દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવાપેઢીનો નાશ કરી રહ્યું છેહાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દુષણનો પગપેસારો થઈ રહ્યો છે. યુવાપેઢીને ડ્રગ્સના પ્રભાવથી દૂર રાખવા માટે રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા'નો ડ્રગ્સ કેમ્પેઈનહાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ 6 ઝોનમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવમાં શહેર પોલીસ વિભાગનાDCP કક્ષાના અધિકારીઓ જોડાયા હતા.

 શહેરના વિવિધ વિસ્તારોમાં મેડિકલ સ્ટોરના સંચાલકો તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નાશીલી દવાઓનું વેચાણ કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી. આ ઉપરાંત 200થી વધુમેડિકલ સ્ટોર્સમાં નશાયુક્ત દવાઓ શોધી કાઢવા મેગા ડ્રાઈવ હાથ ધરાય હતીત્યારે જે મેડિકલ સ્ટોરમાંથી નશાકારક દવા પકડાશે તો તેનું લાયસન્સ રદ્દ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ વિભાગ દ્વારા જણાવાયું છે.